

સ્માર્ટ વિલેજને મળશે પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ વિકાસ કામો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે
તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બને અને ‘એક્શન લેબોરેટરી’ તરીકે કામ કરે-ગુડ ગવર્નન્સ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસશે
Updated: May 31st, 2023
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે.
મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે
આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટે ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે. આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી 2000થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.
ગામોએ 11 માપદંડો પરિપૂર્ણ કર્યા
આ ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં (1) સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન (2) ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન (3) દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન (4) પંચાયત વેરા વસુલાત (5) રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય (6) સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા (7) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ (8) ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ (9) ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા (10) ગામમાં ગટર બનાવવી (11) ગામતળના પાકા રસ્તા વગેરેને આવરી લેવાયા છે. આવા ૧૧ મા૫દંડો પરિપુર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ 2022-23 લેવામાં આવ્યું હતું.
મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી
આવા ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ઘ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જીલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી. આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જીલ્લા કક્ષાની સમિતિ ઘ્વારા કરવામાં આવી છે. 90% ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર/પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પુર્ણ થયા બાદ, લઘુત્તમ 90 માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકા દીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
આ ૩પ ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરી