

ઉદ્ધ ઠાકરે હાલ વિદેશમાં છે, ત્યારે બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત યોજાઈ
મુલાકાત દરમિયાન પવારે મરાઠા મંદિરની વર્ષગાંઠની ઉજવણી ભાગ લેવા CM શિંદેને આમંત્રણ આપ્યું
Updated: Jun 1st, 2023
મુંબઈ, તા.01 જૂન-2023, ગુરુવાર
NCP પ્રમુખ શરદ પવાર ઘણા સમયથી મહારાષ્ટ્રમાં રાજકારણમાં કંઈક ને કંઈક ઉથલ-પાથલ મચાવતા જોવા મળી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે શરદ પવારે મુલાકાત કર્યા બાદ મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાયું છે. આ બંને નેતાઓ વચ્ચે ‘વર્ષા’ બંગલા પર મુલાકાત યોજાઈ હતી. દરમિયાન ઉદ્ધ ઠાકરે હાલ વિદેશમાં છે, ત્યારે શરદ પવાર મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત યોજાઈ હતી.
मराठा मंदिर, मुंबई संस्थेच्या अमृत महोत्सवी वर्धापन दिनानिमित्त वर्धापन सोहळ्याचे आयोजन संस्थेतर्फे करण्यात येणार आहे. संस्थेचा अध्यक्ष या नात्याने आज महाराष्ट्राचे माननीय मुख्यमंत्री श्री. एकनाथ शिंदे यांना या कार्यक्रमाला आमंत्रित करण्यासाठी वर्षा या त्यांच्या शासकीय… pic.twitter.com/Q6dSxeUMLR
— Sharad Pawar (@PawarSpeaks) June 1, 2023
શરદ પવારે શિંદેને આપ્યું આમંત્રણ
વાસ્તવમાં મરાઠા મંદિર સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણીમાં ભાગ લેવા શરદ પવાર આમંત્રણ આપવા શિંદેને મળ્યા હતા. મુંબઈમાં 24મી જુને કાર્યક્રમ યોજાવાનો છે. શરદ પવાર મરાઠા મંદિરના અધ્યક્ષ છે. ‘વર્ષા’ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો સરકારી બંગલો છે.
મુલાકાત બાદ શરદ પવારે શું કહ્યું ?
આ મુલાકાત બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે ટ્વિટ કરી જણાવ્યું કે, મરાઠા મંદિર, મુંબઈના અમૃત મહોત્સવની વર્ષગાંઠ નિમિત્તે સંસ્થા એક સ્મારક સમારોહનું આયોજન કરશે. સંસ્થાના પ્રમુખ આજે મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા વર્ષા ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મ, થિયેટર અને કલા ક્ષેત્રના કલાકારો અને કારીગરોની સમસ્યાઓ જાણવા માટે એક બેઠકનું આયોજન કરવા અને ફિલ્મ, નાટ્ય, લોક કલા, ચેનલો અને અન્ય મનોરંજન માધ્યમોની સંસ્થાઓને આ બેઠકમાં આમંત્રિત કરવા વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી…