Dadasaheb Phalke Award will be given to Waheeda Rehman | આ સન્માન મેળવનારી 8મી અભિનેત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

Dadasaheb Phalke Award will be given to Waheeda Rehman | આ સન્માન મેળવનારી 8મી અભિનેત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત


10 કલાક પેહલા

  • કૉપી લિંક

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષે દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે આ માહિતી આપી હતી.

85 વર્ષીય વહીદા રહેમાને પોતાના કરિયરમાં ‘ગાઈડ’, ‘રેશ્મા ઔર શેરા’, ‘પ્યાસા’ અને ‘રંગ દે બસંતી’ સહિતની અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી.

અત્યાર સુધી માત્ર 7 મહિલા કલાકારોને આ એવોર્ડ મળ્યો છે
54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે. પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 1969માં અભિનેત્રી દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો. આ પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2020 માં, આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો.

વહીદા રહેમાને 1955માં અભિનયની શરૂઆત કરી
વહીદા રહેમાને તેની 57 વર્ષની કારકિર્દીમાં લગભગ 90 ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 1955માં તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી બોલિવૂડમાં ‘પ્યાસા’, ‘ગાઈડ’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદવી કા ચાંદ’, ‘સાહેબ બીવી ઔર ગુલામ’, ‘ખામોશી’, ‘કભી કભી’, ‘લમ્હે’, ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’ જેવી ફિલ્મો આપી.

‘રેશ્મા ઔર શેરા’ માટે નેશનલ એવોર્ડ મળ્યો
કારકિર્દીમાં, વહીદાએ ગાઈડ (1965) અને નીલ કમલ (1968) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. ‘રેશ્મા ઔર શેરા’ (1971) માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સિવાય અભિનેત્રીને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યાં છે.

દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1969માં શરૂ કરવામાં આવ્યો હતો
દાદાસાહેબ ફાળકે એવોર્ડ એ ભારતીય સિનેમા ઉદ્યોગમાં આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. તેનું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ ‘ભારતીય સિનેમાના પિતામહ’ તરીકે ઓળખાય છે, જેને પ્રેમથી ‘દાદાસાહેબ ફાળકે’ કહેવામાં આવે છે. દાદાસાહેબે જ વર્ષ 1913માં ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રજૂ કરી હતી અને ભારતમાં સિનેમા ઉદ્યોગનાં શ્રીગણેશ કર્યાં હતાં.

આ એવોર્ડની શરૂઆત 1969માં કરવામાં આવી હતી. તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારમાં ‘સુવર્ણ કમળ’, 10 લાખ રૂપિયા રોકડ, પ્રમાણપત્ર, રેશમી તકતી અને શાલ છે.

Leave a comment