

6 કલાક પેહલા
- કૉપી લિંક


ફિલ્મ યારિયાં-2નું ગીત ‘સૂટ પટિયાલા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં દિવ્યા રેડ કલરના સૂટમાં દેશી મૂવ્સ કરતી જોવા મળી રહી છે. ગુરુ રંધાવા અને નેહા કક્કડના અવાજે આ ગીતમાં પ્રાણ પૂર્યા છે.
દિવ્યા ખોસલા કુમાર, યશ દાસગુપ્તા, મીઝાન જાફરી અને પર્લ વી પુરી સ્ટારર ફિલ્મ ‘યારિયાં 2’ નું સંગીત ઘણું સારું છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થશે.


ફિલ્મ ‘યારિયાં-2’ 20 ઓક્ટોબરે રિલીઝ થશે.
ફિલ્મનું ગીત મનન ભારદ્વાજે કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર, યશ દાસગુપ્તા, મીઝાન જાફરી, અનસ્વરા રાજન, વારીના હુસૈન, પ્રિયા વોરિયર અને પર્લ વી પુરી જોવા મળશે. ‘યારિયાં-2’નું નિર્માણ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર અને આયુષ મહેશ્વરીએ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રુએ કર્યું છે.