[ad_1]
રાયપુર7 કલાક પેહલા
- કૉપી લિંક
ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ પાઠવ્યા છે. PTIએ આ માહિતી આપી છે. આ બંનેને ક્યારે બોલાવવામાં આવ્યા તેની માહિતી હજુ સામે આવી નથી.
તે જ સમયે, અભિનેતા રણબીર કપૂરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક ઇમેઇલ મોકલીને હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. રણબીર શુક્રવાર, 6 ઓક્ટોબરે રાયપુરમાં ED ઓફિસમાં હાજર થવાનો હતો.
અહીં ED રાયપુરના વકીલ સૌરભ પાંડેએ જણાવ્યું કે રણબીર 6 નહીં પણ 5 ઓક્ટોબરે હાજર થવાનો હતો, પરંતુ આવ્યો નહીં. અધિકારીઓ સાંજે 5 વાગ્યા સુધી તેમની રાહ જોતા હતા. તેમનો ઈમેલ મળ્યા બાદ હવે શુક્રવારે નક્કી થશે કે કઈ તારીખે બીજું સમન્સ મોકલવામાં આવશે.
રણબીર પર સૌરભ ચંદ્રાકરની બેટિંગ એપને પ્રમોટ કરવાનો આરોપ છે. EDનું કહેવું છે કે આ માટે હવાલા દ્વારા રણબીરને રોકડ ચુકવણી કરવામાં આવી હતી. ED અભિનેતા પાસેથી જાણવા માગે છે કે તે ક્યારેથી તેનો પ્રચાર કરી રહ્યો છે? આ માટે કોણે સંપર્ક કર્યો અને કયા મોડમાં પેમેન્ટ મળ્યું.
રણબીર એક ઓનલાઈન સટ્ટાબાજીની એપને પ્રમોટ કરી રહ્યો હતો. આ સાથે તેણે માલિક સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પણ હાજરી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સનો દાવો- રણબીર આરોપી નથી
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર આ કેસમાં આરોપી નથી. ED ફક્ત તેમના દ્વારા આપ લેને સમજવા માગે છે.
આ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર છે, જેના લગ્નમાં ટાઇગર શ્રોફ, નુસરત ભરૂચા, સુખવિંદર સિંહ, નેહા કક્કર અને સની લિયોન સહિત 14-15 સેલેબ્સ સામેલ થયા હતા. ED આ તમામને સમન્સ મોકલી શકે છે.
બે વખત સમન્સ મોકલ્યા પછી પણ ન આવે તો ED કસ્ટડીમાં લઈ શકે છે
સટ્ટાબાજી એપ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અભિનેતા રણબીર કપૂરને ફરીથી સમન્સ મોકલશે. જો તે બે વખત સમન્સ જાહેર કર્યા પછી પણ પૂછપરછમાં સામેલ ન થાય તો EDની ટીમ રણબીર કપૂરને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ શકે છે.
15 સપ્ટેમ્બરે, EDએ સત્તાવાર માહિતી આપી હતી કે સટ્ટાબાજીની એપ ઓપરેટર સામેની કાર્યવાહી દરમિયાન રોકડ અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
417 કરોડની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી
ED ઓનલાઈન સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા લોકો સામે સતત કાર્યવાહી કરી રહી છે. 15 સપ્ટેમ્બરના રોજ EDએ રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને બુકીઓના છુપાયેલા સ્થળો પરથી 417 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી આવી હતી.
બેટિંગ એપ ઓપરેટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં દુબઈમાં થયા હતા. જેમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા.
બુકીના લગ્નમાં 200 કરોડ રૂપિયા ખર્ચાયા
ફેબ્રુઆરી 2023માં બેટિંગ એપ ઓપરેટર સૌરભ ચંદ્રાકરે દુબઈમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરિવારના પરિવહન માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા. આ સિવાય ફેમસ સેલિબ્રિટીઓને લગ્નમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી હતી.
વેડિંગ પ્લાનર, ડાન્સર, ડેકોરેટર મુંબઈથી રાખવામાં આવ્યા હતા. હવાલા ચેનલનો ઉપયોગ કરીને તેમને પૈસા આપવામાં આવ્યા હતા. યોગેશ પોપટ નામના વ્યક્તિની કંપની આર-1 ઈવેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના નામે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં હવાલા દ્વારા 112 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 42 કરોડ રૂપિયામાં હોટલ બુકિંગ કરવામાં આવ્યું હતું.
સૌરભ ચંદ્રાકરના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સની લિયોન ડાન્સ કરતી જોવા મળી રહી છે.
શું છે સમગ્ર મામલો?
- છત્તીસગઢના રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ છે. સૌરભ એક સમયે છત્તીસગઢના ભિલાઈમાં જ્યૂસ વેચતો હતો.
- જો EDનાં સૂત્રોનું માનીએ તો ચંદ્રાકરે 18 સપ્ટેમ્બર, 2022ના રોજ દુબઈની એક 7 સ્ટાર હોટલમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ આવ્યા હતા, જેના માટે તેમણે 40 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
- આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા તેના લગ્ન માટે સૌરભે તેના પરિવારના સભ્યોને નાગપુરથી દુબઈ પ્રાઈવેટ જેટ મારફત બોલાવ્યા હતા. મુંબઈથી બોલિવૂડ સેલેબ્સ, વેડિંગ પ્લાનર, ડાન્સર્સ અને ડેકોરેટર્સ પણ દુબઈ પહોંચ્યા હતા. આ લગ્નમાં આ 17 સેલેબ્સે પર્ફોર્મ કર્યું હતું.
- ગયા વર્ષે ડિસેમ્બરથી ચાલી રહેલા આ કેસની તપાસમાં હવે બોલિવૂડ કનેક્શન સામે આવ્યું છે.
- ‘મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ’ એ એક ગેમ એપ છે, જે 30 કેન્દ્રોથી ઓપરેટ થાય છે. તેના પ્રમોટર્સ દુબઈના છે, જ્યાં બેટિંગ ગેરકાયદે છે. શુક્રવારે જ રાયપુર, કોલકાતા, ભોપાલ અને મુંબઈમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
- તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું કે, મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો છત્તીસગઢના કેટલાક રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓના સહયોગીઓ સાથે સંબંધિત છે. આ સટ્ટાબાજીની એપનું ટર્નઓવર 20,000 કરોડ રૂપિયાની આસપાસ છે.