

30 મિનિટ પેહલા
- કૉપી લિંક


શાહરૂખ ખાને બુધવારે ASK SRK સેશન કર્યું હતું. આ દરમિયાન તેમણે એક ફેન્સને ખૂબ જ ફની જવાબ આપ્યો. શાહરુખની ફિલ્મ ‘જવાને’ દુનિયાભરમાં 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
જેના સંબંધિત એક ફેને શાહરુખને એક સવાલ પૂછ્યો હતો. ફેને કહ્યું કે 1000 કરોડમાં 10 શૂન્ય છે. જેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું કે તેમને ‘ઝીરો’ની યાદ ન અપાવો. સ્વાભાવિક છે કે, 2018માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લાગે છે કે શાહરુખ પોતાની ફ્લોપ ફિલ્મને ભૂલી જવા માગે છે.
ASK SRK સેશનમાં શાહરુખનો રમુજી અંદાજ
શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 515.24 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ દરમિયાન શાહરુખે ASK SRKનું સેશન કર્યું.
શાહરૂખ સમયાંતરે Ask Srk દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતો રહે છે. વાતચીત દરમિયાન શાહરુખની રમૂજી સ્ટાઇલ જોઈ શકાય છે. જ્યારે ફેન્સે ‘ઝીરો’નો ઉલ્લેખ કર્યો તો શાહરૂખે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો.


‘ઝીરો’ 2018મા રિલીઝ થઈ હતી, તે ખૂબ જ ફ્લોપ રહી હતી
શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ‘ઝીરો’ 2018માં રિલીઝ થઈ હતી. શાહરુખને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 90.28 કરોડ રૂપિયા હતું.


ફિલ્મ ફ્લોપ થતા શાહરુખ ચાર વર્ષ સુધી મોટા પડદા પરથી ગાયબ રહ્યો. જો કે આ ચાર વર્ષમાં તેમણે ‘બ્રહ્માસ્ત્ર’, ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રોકેટરી’ જેવી ફિલ્મોમાં કેમિયો કર્યો. જાન્યુઆરી 2023માં શાહરુખે ‘પઠાન’ સાથે ઐતિહાસિક કમબેક કર્યું હતું. આ પછી ‘જવાન’ પણ બ્લોકબસ્ટર બની છે.
શાહરુખે એક જ વર્ષમાં બે ફિલ્મો આપી, જેમણે 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.