

એક કલાક પેહલા
- કૉપી લિંક


નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કર્યા પછી, સુહાના ખાન ટૂંક સમયમાં પિતા શાહરુખ ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું નામ ‘કિંગ’ છે, જે એક એક્શન-થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીથી શરૂ થશે, જેનું નિર્દેશન સુજોય ઘોષ કરી રહ્યા છે.
‘પિંકવિલા’ના તાજેતરના અહેવાલ મુજબ, એક્શનથી ભરપૂર ફિલ્મ ‘કિંગ’માં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને સુહાના ખાન પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2024માં શરૂ થશે. તે શાહરુખ ખાનની ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ પ્રોડક્શન કંપની અને સિદ્ધાર્થ આનંદની પ્રોડક્શન કંપની ‘માર્ફ્લિક્સ એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહી છે. સિદ્ધાર્થ આનંદ અગાઉ શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘પઠાન’માં કામ કરી ચૂક્યો છે. સિદ્ધાર્થે પઠાન ફિલ્મ ડિરેક્ટ કરી હતી, પરંતુ હવે તે શાહરુખની ફિલ્મ પ્રોડ્યુસ કરશે.


રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ઘણી બધી એક્શનની સાથે એક ઈમોશનલ સ્ટોરી હશે, જેનું સ્ક્રિપ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ ‘કિંગ’ની ફ્લેવર શાહરુખ ખાનની ‘પઠાણ’ અને ‘જવાન’ કરતાં બિલકુલ અલગ હશે.ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવવાના છે, જેના કારણે સુજોય ઘોષે ફિલ્મના નિર્દેશનની જવાબદારી લીધી છે.


સિદ્ધાર્થ આનંદે શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું નિર્દેશન કર્યું હતું, જે હવે ‘કિંગ’ ફિલ્મનું નિર્માણ કરશે.
તમને જણાવી દઈએ કે, સુજોય ઘોષ સુપરહિટ ફિલ્મો ‘કહાની’, ‘કહાની 2’, ‘બદલા’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. તાજેતરમાં, નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી થ્રિલર ફિલ્મ ‘જાને જા ભી’, સુજોય દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી, જેમાં કરીના કપૂર, વિજય વર્મા અને જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં હતા.
સુહાના ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી કરી હતી. આ સિવાય તે ‘મેબેલિન’ જેવી મોટી બ્રાન્ડને પણ એન્ડોર્સ કરે છે,. શાહરુખની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડંકી’માં જોવા મળશે.


સુહાના ખાનની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.