Fukrey 3 રિલીઝ પહેલા ચાહકો માટે ગુડ ન્યૂઝ, ફિલ્મના ત્રીજા પાર્ટમાં અલી ફઝલની એન્ટ્રી

Fukrey 3 રિલીઝ પહેલા ચાહકો માટે ગુડ ન્યૂઝ, ફિલ્મના ત્રીજા પાર્ટમાં અલી ફઝલની એન્ટ્રી


Updated: Sep 27th, 2023

                                                                Image Source: Twitter

મુંબઈ, તા. 27 સપ્ટેમ્બર 2023 બુધવાર

ફુકરે ફ્રેંચાઈઝીની ત્રીજી કડી ફુકરે 3ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર જાહેર થઈ ચૂક્યુ છે. જેમાં ફુકરે ગેંગને મજેદાર અંદાજમાં જોઈને દર્શકો ઉત્સાહિત થઈ ગયા છે. જોકે, આ વખતે ફિલ્મમાં અલી ફઝલની ગેરહાજરીએ લોકોને નિરાશ કરી દીધા છે. જોકે હવે જાણકારી એ સામે આવી રહી છે કે ફિલ્મના ત્રીજા ભાગમાં અલી ફઝલનું નજર આવશે.

ફિલ્મ ફુકરે 3ની રિલીઝ પહેલા ચાહકોને ભેટ

ગત દિવસોમાં ચર્ચા હતી કે ફિલ્મ ફુકરે 3માં તમામ સ્ટાર્સ પોત-પોતાની ભૂમિકામાં છે પરંતુ અલી ફઝલે વ્યસ્ત શેડ્યૂલના કારણે ફિલ્મથી અંતર રાખ્યુ હતુ. હવે ફિલ્મ સાથે જોડાયેલી એક ખબર ચાહકો માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. હવે ફિલ્મમાં અલી ફઝલની એન્ટ્રીના સમાચારથી ચાહકોની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે. ફુકરે 3 માં અલી ફઝલના પાત્ર અને ભૂમિકાને ખાનગી રાખવાના નિર્ણયે ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. ફુકરે ફ્રેંન્ચાઈઝીમાં અલી ફઝલ જફરની ભૂમિકા નિભાવતા જોવા મળશે. 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, ઋચા ચઢ્ઢા, મનજોત સિંહ અને પંકજ ત્રિપાઠી અભિનીત ફુકરે 3 લોકોને ખૂબ હસાવવાનું વચન આપે છે. ફિલ્મમાં આ વખતે અલી ફઝલ નજર આવશે નહીં. આ ફિલ્મ મૃગદીપ સિંહ લાંબા દ્વારા નિર્દેશિત અને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના બેનર એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ નિર્મિત છે. ફિલ્મ 28 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. 

Leave a comment