

Updated: May 30th, 2023
નવી મુંબઇ,તા. 30 મે 2023, મંગળવાર
ગુજરાતમાં 2002માં બનેલી ભયાનક ગોધરા ઘટનાની યાદો ફરી એકવાર તાજી થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના 21 વર્ષ બાદ હવે ફિલ્મ બની રહી છે. ફિલ્મનું નામ છે, Godhra: Accident Or Conspiracy. જેનું નિર્દેશન એમકે શિવાક્ષ કરી રહ્યા છે.
ફિલ્મ Godhra: Accident Or Conspiracyનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં કહેવામાં આવ્યુ છે કે,ફિલ્મ ગોધરા એ સત્ય ઘટનાઓ પર આધારિત છે.
1 મિનિટ અને 11 સેકન્ડના આ ટીઝરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સાથે થયેલા અકસ્માતને બતાવવામાં આવ્યો છે. ફિલ્મના ટીઝરમાં ટ્રેનની બોગીમાં લાગેલી આ આગમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ટીઝરની ઝલકમાં એક ફાઇલ પણ જોવા મળે છે જેના પર નાનાવટી મહેતા કમિશન 2008 (Nanavati Mehta Commission 2008) લખેલું છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર ગોધરાઃ એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસીનું ટીઝર શેર કરતા કહ્યું છે કે, આ ફિલ્મને બીજે પુરોહિત અને રામ કુમાર પાલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.