

કચ્છ જિલ્લાનું સૌથુ વધુ 84.59 ટકા પરિણામ
વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા
Updated: May 31st, 2023
![]() ![]() |
Image : GSEB |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની તુલનાએ 13.64 ટકા ઓછું આવ્યું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું.
🔹ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં શિક્ષણમંત્રી @kuberdindor નો શુભેચ્છા વીડિયો સંદેશ@EduMinOfGujarat #12thresults #gseb pic.twitter.com/rydvWTaLVP
— DD News Gujarati (@DDNewsGujarati) May 31, 2023
શિક્ષણ મંત્રીએ પાઠવી શુભેચ્છા
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આજે જાહેર કરાયેલા પરિણામ કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યુ હતું. કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યુ હતું. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણા વધારે આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓનુ પરિણામ 80.39 ટકા આવ્યુ હતું.
આ રીતે જોઈ શકાશે પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ સામાન્યા પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઈ શક્શે. આ ઉપરાંત આ વર્ષે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી પોતાનું પરિણામ જાણી શકે છે.
દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા પરિણામ આવ્યુ હતું જ્યારે સૌથી ઓછું 36.28 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા રહ્યુ હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 1875 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 21,038 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 52,291 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 83,596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો અને 1,01, 797 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો તેમજ 77,043 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. D ગ્રેડ મેળવાનારા 12,020 વિદ્યાર્થીઓ છે.