Health : ગુણોનો ભંડાર આંબળા, આ રોગના દર્દી માટે છે નુકસાનકારક, જાણો આડઅસરો

Health : ગુણોનો ભંડાર આંબળા, આ રોગના દર્દી માટે છે નુકસાનકારક, જાણો આડઅસરો

Health:આમળાને સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો માનવામાં આવે છે. તેના સેવનથી ઘણા ફાયદા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો આમળાનું સેવન કરવાની સલાહ આપે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, ફાયદાની સાથે, કેટલીકવાર તે નુકસાન પણ કરી શકે છે. તેની ઘણી આડઅસરો પણ છે. ચાલો જાણીએ આમળાના ફાયદા અને નુકસાન

આંબળાના સેવનના 7 ફાયદા

આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે શરીરને બીમારીઓથી બચાવે છે. સવારે ખાલી પેટ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાને કારણે આંબળા તણાવ, સોજો ઘટાડે છે અને જૂના રોગોનું જોખમ પણ ઘટાડે છે.

આંબળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ હેર પ્રોડક્ટમાં થાય છે. તે વાળનો ગ્રોથ  વધારવાનું કામ કરે છે. આના કારણે વાળ મજબૂત બને છે અને ડેન્ડ્રફ ઓછો થાય છે.

આમળાને ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે કોલેજનના ઉત્પાદનને બૂસ્ટ કરે છે. કરચલીઓ અને ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્વચા માટે આમળાના સેવનની ભલામણ કરવામાં આવે છે.

આમળા પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કબજિયાત ઉપરાંત પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. ઉચ્ચ ફાઇબરને કારણે, આમળા સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને વધારવામાં પણ મદદ કરે છે.

આંબળા હૃદય માટે પણ ફાયદાકારક છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે, આમળા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

આંબળા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંબળાના સેવનના ગેરફાયદા

જો તમે આંમળાનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. ઝાડા અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન સીની વધુ માત્રા એસિડિક હોઈ શકે છે. એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રિક અલ્સર અથવા સંવેદનશીલ પેટ ધરાવતા લોકો માટે આ હાનિકારક હોઈ શકે છે.

આંબળામાં ઓક્સાલેટ પણ મોટી માત્રામાં જોવા મળે છે, જે કિડનીમાં સ્ટોન બનાવી શકે છે.

આમળાના સેવનથી કેટલાક લોકોમાં એલર્જી પણ થઈ શકે છે. તેમને ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ આમળા ન ખાવા જોઈએ

Leave a comment