Health Tips: અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે. જો કે ઘણી વખત લાખ કોશિશ થતાં મેદસ્વીતાથી છૂટકારો નથી મળતો, મેદસ્વીતાથી પીડિત લોકો માટે આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર છે.

મેદસ્વીતાથી પીડિત લોકો માટે જીરાનું પાણી એક ઉત્તમ અને સરળ સસ્તો ઘરેલુ ઉપાય છે. એક અધ્યયનમાં જોવા મળ્યું કે, 78 મેદસ્વી લોકોને 2 મહિના માટે દિવસમાં ત્રણ વખત જીરાનું પાણી આપવામાં આવ્યું, આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે, 78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.

આયુર્વૈદ મુજબ જીરામાં ડાયાબિટિસ મારક ગુણ જોવા મળે છે. જીરા પાણી શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દીમાં જીરા પાણીનું સેવન ફાયદાકારક છે. જીરા પાણી શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને રક્ત શર્કરાનું સ્તરને ઓછું કરવામાં ખૂબ જ ફાયદા કારક છે.

જીરામાં એવા યોગિક શક્તિશાળી ગુણો છે કે, જે શરીરને ફ્રીરેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પ્રાકૃતિક રીતે લિવરના ડિટોક્સીફિકેશને સપોર્ટ કરવાની સાથે અપશિષ્ટને પણ શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

જીરામાં એન્ટીએસેડિક રસાયણ હોય છે. જે ઇરેટેબલ બાઉલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. ઉપરાંત જીરા પાણીના સેવનથી અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. તે આંતરડા માટે પણ હિતકારી છે.

જીરા પાણી બનાવવાની રીત
રાત્રે 2 ચમચી જીરૂ પાણીમાં પલાળી દો. સવારે આ જીરાના પાણીમાં ઉકાળી લો અને તેનું પાણી ગાળીને સવારે ભૂખ્યા પેટે પી જાઓ. બાકી રહેલું પલાળેલું જીરૂ ચાવી જાવ. આવું કરવાથી શરીરની ફેટ બર્ન થશે અને પેટ પર જામેલી ચરબી પણ ઉતરતી જશે. જીરા પાણી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે.