Honey Singh Divorce: કોણ છે ટીના થડાની ? જેના કારણે હની સિંહના 12 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો

Honey Singh Divorce: કોણ છે ટીના થડાની ? જેના કારણે હની સિંહના 12 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો


હની સિંહ અને તેની પત્ની શાલિનીના હાલમાં જ તલાક થયા છે

તે દરમ્યાન હની સિંહ પર ઘરેલું હિંસાના આરોપનો કેસ પણ છે

Updated: Nov 15th, 2023


Honey Singh Divorce: રેપર હની સિંહ પોતાની પર્સનલ લાઈફને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. યો યો હની સિંહ અને શાલિની તલવારના લગ્નના લગભગ 12 વર્ષ પછી દિલ્હી કોર્ટેમાં તેમણે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે. શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસા હેઠળ હુમલો, શારીરિક અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે લગભગ અઢી વર્ષથી ચાલી રહેલ મુકદ્દમાનો પણ અંત આવ્યો છે. આવી સ્થિતિમાં હની સિંહે છૂટાછેડા પછી મોટી રકમ એલિમનીમાં ચૂકવવી પડશે. 

12 વર્ષના લગ્ન જીવનનો અંત 

હિર્દેશ સિંહ એટલે કે હની સિંહે 23 જાન્યુઆરી, 2011ના રોજ શાલિની તલવાર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 12 વર્ષના તેમના લગ્નજીવનનો અંત આવ્યો હતો. તેમણે અઢી વર્ષ પહેલા જ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. કોર્ટે હની સિંહના લગ્નને બીજી તક આપવા અંગેનો અભિપ્રાય માંગ્યો હતો, જેનો ગાયકે ઇનકાર કરી દીધો હતો. હવે છૂટાછેડામાં તેમને ભૂતપૂર્વ પત્નીને કરોડો રૂપિયા એલિમનીમાં ચૂકવવા પડશે. જાણવામાં આવી રહ્યું છે કે શાલિનીએ હની સિંહ પાસેથી 10 કરોડ રૂપિયાની એલિમની માંગી હતી. જે હવે ઘટીને 1 કરોડ થઈ છે. આ રકમ અંગે બંને વચ્ચે સમજૂતી થઈ છે. આવી સ્થિતિમાં, ગાયક ટૂંક સમયમાં આ રકમ તેની પૂર્વ પત્નીને આપશે.

ગર્લફ્રેન્ડ બની છૂટાછેડાનું મુખ્ય કારણ

ગયા વર્ષે છૂટાછેડાના સમાચાર સામે આવ્યા પછી હની સિંહે ડિસેમ્બરમાં એક ઇવેન્ટમાં તેની ગર્લફ્રેન્ડ ટીના થડાની સાથેના તેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ઘણા પ્રસંગોમાં હની સિંહે તેમના વિશે ખુલીને વાત કરી છે. ટીના થડાની એક કેનેડિયન અભિનેત્રી, મોડલ અને ફિલ્મ નિર્માતા પણ છે જે મુંબઈમાં રહે છે. તેમણે ફિલ્મ ‘ધ લેફ્ટઓવર’નું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત હની સિંહ અને ટીનાએ સાથે મળીને ‘પેરીસ કા ટ્રીપ’ નામનું એક ગીત કર્યું છે અને તે જ સમયે બંનેની મુલાકાત થઈ હતી. રેપરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે ટીનાને કારણે ખૂબ જ ખુશ છે.

Leave a comment