Iced Green Tea: ગરમીમાંથી રાહત અપાવવા ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે આ ડ્રિન્ક

Iced Green Tea: ગરમીમાંથી રાહત અપાવવા ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે આ ડ્રિન્ક


Updated: May 23rd, 2023

                                                   Image Source: Freepik

અમદાવાદ, તા. 23 મે 2023 મંગળવાર

દેશના ઘણા ભાગોમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ઝડપથી વધી રહેલા તાપમાને લોકોનું જીવવુ મુશ્કેલ કરી દીધુ છે. સતત વધતા તાપમાન વચ્ચે હવામાન વિભાગે પણ હીટવેવનું એલર્ટ જાહેર કર્યુ છે. દરમિયાન ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે કેટલાક ડ્રિન્ક્સ અને જ્યુસ પીવે છે. 

આઈસ્ડ ગ્રીન ટી ગરમીમાંથી રાહત અપાવવા સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ચા વજન ઘટાડવા સાથે જ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે.

આઈસ્ડ ગ્રીન ટી ના ફાયદા

– આઈસ્ડ ગ્રીન ટી માં પૉલિફેનોલ્સ અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ જેવા તત્વ હોય છે જે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢીને ટોક્સિન ફ્રી બનાવે છે.

– આમાં હાજર એમિનો એસિડ બ્રેઈન ફંક્શન માટે ખૂબ લાભકારી હોય છે.

– આ ચિલ્ડ ડ્રિન્ક તમારા મેટાબોલિઝ્મ માટે પણ ખૂબ સારુ છે.

– જો તમે આ ચા ને વર્ક આઉટ બાદ પીવો છો તો વજન ઘટાડવા અને ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.

Leave a comment