International Dance Day 2023: જાણો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો રસપ્રદ ઈતિહાસ અને ડાન્સ કરવાના ફાયદા

International Dance Day 2023: જાણો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો રસપ્રદ ઈતિહાસ અને ડાન્સ કરવાના ફાયદા


નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2023 શનિવાર

ઈન્ટરનેશનલ ડાન્સ ડે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 29 એપ્રિલે મનાવવામાં આવે છે. આને મનાવવાનો હેતુ નૃત્યને દુનિયામાં પ્રોત્સાહન આપવાનો અને તેના મહત્વને જણાવવાનો છે. આ દિવસને મનાવવાની શરૂઆત 1982માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (આઈટીઆઈ) ની આંતરરાષ્ટ્રીય નૃત્ય સમિતિ તરફથી કરવામાં આવી હતી. આઈટીઆઈ એક બિન-સરકારી સંગઠન છે જે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)નો ભાગ છે.

29 એપ્રિલ 1727એ ફ્રાંસીસી જીન જ્યોર્જ નોવરનો જન્મ થયો હતો, જે બેલે માસ્ટર હતા અને બેલે ડી એક્શનની શોધ તેમણે જ કરી હતી. લોકો તેમને 19મી સદીના કથા બેલેના અગ્રદૂત માનતા હતા. વર્ષ 1982માં આઈટીઆઈની નૃત્ય સમિતિએ જીન જ્યોર્જ નોવરેના જન્મ દિવસ 29 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસે મનાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદથી દર વર્ષે 29 એપ્રિલે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવવામાં આવે છે.

ભારતમાં નૃત્ય કલા હજારો વર્ષો જૂની છે

2023માં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની થીમ નૃત્ય-દુનિયાની સાથે સંવાદ કરવાની એક રીત છે. ભારતીય નૃત્યના ઘણા સ્વરૂપો છે. જેમ કે કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિસી, કથક, ભરતનાટ્યમ, કુચિપુડી વગેરે. માન્યતા છે કે આજથી 2000 વર્ષ પૂર્વ ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર ભગવાન બ્રહ્માએ નૃત્ય વેદ તૈયાર કર્યુ, ત્યારથી દુનિયામાં નૃત્યની ઉત્પતિ થઈ. કહેવાય છે કે નૃત્ય વેદની રચના જ્યારે પૂરી થઈ ગઈ ત્યારે નૃત્યનો અભ્યાસ ભરત મુનિના સો પુત્રોએ કર્યો. ભારતમાં નૃત્ય કલા હજારો વર્ષો જૂની છે.

ડાન્સ કરવાથી આ ફાયદા મળે છે

1. ડાન્સ કરવાથી ફેટ ખૂબ ઝડપથી ઘટે છે. જો તમે દરરોજ 30 મિનિટ સુધી ડાન્સ કરો છો તો 150 કેલેરી સુધી ફેટ બર્ન થાય છે.

2. ડાન્સ કરવાથી બ્રેઈન ખૂબ એક્ટિવ રીતે કામ કરે છે. જે લોકો ડાન્સ કરે છે તેમનો બ્રેઈન રિએક્શન ટાઈમ ખૂબ જ સારુ હોય છે. સંશોધનમાં એ વાત સામે આવી છે કે ડાન્સ કરતા લોકોની યાદશક્તિ ખૂબ સારી રહે છે.

3. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે ડાન્સ જરૂર કરવો જોઈએ કારણ કે તણાવ અને ડિપ્રેશનની બીમારીમાં ડાન્સ કરવો ખૂબ ફાયદાકારક હોય છે. ડિપ્રેશનની બીમારી સારી કરવા માટે ડાન્સ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. ડાન્સ કરવાથી વ્યક્તિની નકારાત્મક ભાવના ઓછી થાય છે.

4. ડાન્સ કરવાથી શરીર લચીલુ થાય છે અને હાડકા પણ મજબૂત થાય છે. ડાન્સ કરવાથી શરીરના સમગ્ર અંગની એક સાથે કસરત થઈ જાય છે.

5. હાર્ટની બીમારીને દૂર કરવામાં ડાન્સ કારગર છે. કૉર્ડિયોવેસ્કુલર બીમારીના દર્દીઓને ડાન્સ જરૂર કરવો જોઈએ. સવારે જો કસરત કરી નથી તો ડાન્સ જરૂર કરોય ડાન્સને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં સૌથી પ્રભાવી માનવામાં આવે છે.

6. ડાયાબિટીસથી પીડિત લોકોએ દરરોજ ડાન્સ કરવો જોઈએ. ડાન્સ કરવાથી તમે મેદસ્વી થવાથી બચી શકો છો. ડાન્સથી તમારુ મેટાબોલિઝ્મ સારુ રહે છે.

મેટાબોલિઝ્મ સારુ થવાના કારણે ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

7. દરરોજ નિયમિતપણે ડાન્સ કરવાથી શરીરની એનર્જી વધે છે અને થાક જેવી સમસ્યા દૂર થઈ જાય છે. જો તમે હંમેશા થાકેલા રહો છો તો તમારે પોતાની લાઈફસ્ટાઈલમાં ડાન્સને સામેલ કરવો જોઈએ. ડાન્સ કરવાથી બ્રેઈન એક્ટિવ રહે છે અને શરીર પણ બેવડી ગતિથી કામ કરે છે.

8. ડાન્સ કરવાથી ખુશી મળે છે. આનાથી ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, તેથી આપણે નિયમિત અમુક સમય માટે ડાન્સ કરવો જોઈએ. 

Leave a comment