[ad_1]
59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે સાંજે ઈશા અંબાણી અને બુલ્ગારીએ ‘અ રોમન હોળી’ થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી એન્ટિલિયામાં અંબાણીના ઘરે રાખવામાં આવી હતી. આ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા, જ્યાં ઈશા અંબાણી કલરફુલ ગાઉનમાં જોવા મળી હતી.
હોળીની ઉજવણીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા
આ હોળી પાર્ટીમાં શિલ્પા શેટ્ટી ગ્રીન કો-ઓર્ડ સેટ અને ફ્લોરલ પ્રિન્ટેડ લોંગ ઓવરકોટ પહેરેલી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પીચ સ્લિટ સાડીમાં જોવા મળી હતી. આયુષ્માન ખુરાના, અદિતિ રાવ હૈદરી, શર્વરી વાઘ અને ઓરી પણ જોવા મળ્યા હતા. અદિતિ રાવ હૈદરી ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’માં જોવા મળશે. ફિલ્મ નિર્માતા આ સીરિઝ સાથે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહ્યા છે. માધુરી દીક્ષિત પતિ નેને સાથે આવી હતી. અથિયા શેટ્ટી પણ શિમરી આઉટફિટમાં જોવા મળી હતી.
જુઓ ફોટા..
બુલ્ગારીના સીઈઓ સાથે ઈશા અંબાણી.
ઈશા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા સાથે પોઝ આપતા.
પ્રિયંકા ચોપરા પીચ સ્લિટ સાડીમાં આવી હતી.
અદિતિ રાવ હૈદરી એથનિક લૂકમાં આવી હતી.
અથિયા શેટ્ટી શિમર આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી હતી.
ઓરીએ પણ આ હોળી પાર્ટીમાં હાજરી આપી હતી.
શિલ્પા શેટ્ટી હાલમાં જ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી.
માધુરી દીક્ષિત પતિ નેને સાથે પહોંચી હતી.
આયુષ્માન ખુરાના પણ હોળી પાર્ટીમાં જોવા મળ્યો હતો. અભિનેતા ટૂંક સમયમાં ‘બધાઈ હો 2’માં જોવા મળશે.
શર્વરી વાઘ ક્રોપ ટોપ અને પ્લાઝોમાં જોવા મળી હતી.