[ad_1]
13 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ જાહન્વી કપૂર અને અનન્યા પાંડે સુરતમાં એક ભવ્ય લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ આપતા જોવા મળ્યા હતા. જોરિપોર્ટસનું માનીએ તો , બંને એક્ટ્રેસોને સોશિયલ મીડિયા પ્રભાવક રૂપલ શાહની પુત્રીના લગ્નમાં પરફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા
જ્યાં જાહન્વીએ ગુજરાતી સ્ટાઈલની ચણીયા-ચોલી પહેરીને ડોલીમાં બેસીને એન્ટ્રી લીધી હતી. અનન્યા રેડ આઉટફિટમાં ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી હતી. દિયા મિર્ઝા લાલ સ્લિમ ફિટ ગાઉન પહેરીને ફંક્શનની હોસ્ટ તરીકે જોવા મળી હતી. ગાયક અમિત ત્રિવેદીએ પણ લગ્નમાં તેમના લોકપ્રિય ગીતો ગાયા હતા. પર્ફોર્મન્સ દરમિયાન તેની બેકગ્રાઉન્ડ સ્ક્રીન પર ભગવાન શિવની તસવીર પણ જોવા મળી હતી.
જાહન્વીના આગામી પ્રોજેક્ટ્સ
જાન્હવી કપૂર ગયા વર્ષે નીતિશ તિવારીની ફિલ્મ ‘બવાલ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન પણ જોવા મળ્યો હતો. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.
જાન્હવી કપૂર ફિલ્મ ‘દેવરા’થી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. 300 કરોડના બજેટથી બનેલી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં હશે. ફિલ્મના દિગ્દર્શક કોરાતલા શિવા છે. જો કે પહેલાં આ ફિલ્મનું નામ ‘NTR 30’ હતું, પરંતુ બાદમાં તેને બદલીને ‘દેવરા’ કરવામાં આવ્યું. આ ફિલ્મ 5 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અનન્યા પાંડેના આગામી પ્રોજેક્ટ્સ
અનન્યા પાંડે હાલમાં જ ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા આજની પેઢી પર આધારિત હતી. જ્યાં તે બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અનન્યા ટૂંક સમયમાં વિક્રમાદિત્ય મોટવાણેની સાયબર થ્રિલર ‘કંટ્રોલ’માં જોવા મળશે.