

જવાન (Jawan) થિયેટર્સમાં બે અઠવાડિયા થઈ ગયા છે. મૂવી હજુ પણ રેકોર્ડતોડ કમાણી કરી રહી છે.
ગ્લોબલ બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી 1000 કરોડ નજીક પહોચવા આવી
Updated: Sep 22nd, 2023
![]() ![]() |
Image Twitter |
તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
જવાન (Jawan) થિયેટર્સમાં બે અઠવાડિયા થઈ ગયા છે. મૂવી હજુ પણ રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. Shahrukh Khan Movie જવાને 21 સપ્ટેમ્બર સુધીનો વર્લ્ડ વાઈઝ કલેક્શન શાહરુખ ખાનની પત્નિ ગૌરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. જે પ્રમાણે ગ્લોબલ બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી 1000 કરોડ નજીક પહોચવા આવી છે.
જવાન ત્રીજા અઠવાડિયામાં કેટલીક ફિલ્મોને પાછળ છોડી દેશે
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે 2 અઠવાડિયાની ભારતમાં હિન્દી ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા હતા. આ સાથે એ પણ જણાવ્યું હતું કે જવાન ત્રીજા અઠવાડિયામાં કેટલીક ફિલ્મોને પાછળ છોડી દેશે.
JAWAN ગ્લોબલ બોક્સ ઓફિસ પર 937.61 કરોડ રૂપિયાની કમાણી કરી
Jawan (જવાન ) આ વર્ષની શાહરૂખ ખાનની બીજી બ્લોકબસ્ટર સાબિત થઈ ચુકી છે. ગ્લોબલ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની કમાણી 1000 કરોડ રૂપિયાની નજીક પહોચી ગઈ છે. ઓફિશિયલ કમાણીના આંકડા ગૌરી ખાને શેર કરી છે. જે પ્રમાણે (JAWAN) જવાને ગ્લોબલ બોક્સ ઓફિસ પર 937.61 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી 21 સપ્ટેમ્બર સુધીની ગણવામાં આવી છે.