

Updated: Sep 19th, 2023
Image Source: Facebook
મુંબઈ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર
શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને ક્રિટિકની સાથે-સાથે ચાહકો પાસેથી પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા મહત્વના પાત્ર નિભાવતા નજર આવ્યા છે. જવાનમાં ધમાલ મચાવ્યા બાદ રિદ્ધિ સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર 3 માં નજર આવશે. આ ફિલ્મ દિવાળીના તહેવારે રિલીઝ થવાની છે અને આને મનીષ શર્માએ ડાયરેક્ટ કરી છે. રિદ્ધિએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેમણે ટાઈગર 3 માટે કેમ હા પાડી છે.
મનીષ શર્માના કારણે ફિલ્મ માટે હા પાડી.
રિદ્ધિએ જણાવ્યુ કે તેમણે સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઈગર 3 કરવા માટે શા માટે હા પાડી. રિદ્ધિએ કહ્યુ- મે ટાઈગર 3 ના ડાયરેક્ટર મનીષ શર્મા માટે હા પાડી છે. હું તેમનો ખૂબ આદર કરુ છુ. તેમની સાથે મારી જૂની યાદો તાજા થઈ ગઈ કેમ કે હુ તેમને એક્ટર બન્યા પહેલાથી જાણુ છુ. હું મનીષને બહુ પહેલા મળી હતી જ્યારે અમે નક્કી કરી રહ્યા હતા કે અમારે શું કરવુ છે. તેઓ મુંબઈમાં મારા પહેલા મિત્રો પૈકીના એક હતા.
રિદ્ધિએ કહ્યુ, જ્યારે કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂએ મને ફોન કર્યો અને કહ્યુ મનીષ આને ડાયરેક્ટ કરી રહ્યા છે તો મે તાત્કાલિક હા પાડી દીધી કારણ કે હું ખૂબ અનુકૂળતા અનુભવતી હતી. આ પ્રકારની મોટી ફિલ્મોના સેટ પર ગભરામણ થતી હોય છે પરંતુ જ્યારે મને ખબર પડી કે મનીષ આનું નિર્દેશન કરી રહ્યા છે તો હું નિશ્ચિત થઈ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સલમાન ખાને સોશિયલ મીડિયા પર ટાઈગર 3 નું પોસ્ટર શેર કરીને આની રિલીઝ ડેટની જાણકારી આપી હતી. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.