

એક કલાક પેહલા
- કૉપી લિંક


અભિનેત્રી કંગના રનૌત સ્ટાર સ્પોર્ટ્સ શોના વર્લ્ડ કપ પ્રી શોમાં જોવા મળી હતી. આ દરમિયાન તે એરફોર્સ યુનિફોર્મમાં જોવા મળી હતી. અભિનેત્રી તેની ફિલ્મ ‘તેજસ’ના પ્રમોશન માટે ત્યાં પહોંચી હતી. કંગના પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. ફિલ્મ ‘તેજસ’ 20 ઓક્ટોબરે રિલીઝ થશે. હાલમાં જ એરફોર્સ ડે પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી કંગનાના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
‘તેજસ’ ફિલ્મની વાર્તા
કંગના રનૌત સ્ટારર ‘તેજસ’ની કહાની એક વાયુ સેના પાયલટ તેજસ ગિલની અસાધારણ જર્નીની આસપાસ ફરે છે. કંગનાએ ફિલ્મમાં ‘તેજસ’ ગિલનો રોલ પ્લે કર્યો છે અને આ ફિલ્મનો હેતુ દરેક ભારતીયને ઈન્સ્પાયર કરવાનો અને ગર્વની ઊંડી ભાવના પેદા કરાવવાનો છે. ફિલ્મમાં દર્શાવાયુ છે કે કેવી રીતે આપણા વાયુ સેનાના પાયલટ માર્ગમાં ઘણા પડકારોનો સામનો કરીને આપણા દેશની રક્ષા માટે અથાગ પ્રયત્ન કરે છે.