[ad_1]
11 કલાક પેહલા
- કૉપી લિંક
1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’એ 25 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ અવસર પર કરન જોહરે ફિલ્મ સાથે જોડાયેલો ખુલાસો કર્યો છે. કરને જણાવ્યું છે કે ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ તેને અંડરવર્લ્ડ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. કરન ધમકીઓથી ડરીને દેશ છોડીને ભાગી ગયો હતો, જેના કારણે તે પોતાની ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી શક્યો ન હતો.
હાલમાં જ ‘પિંકવિલા’ સાથેની વાતચીત દરમિયાન કરને આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, આ ફિલ્મ 16 ઓક્ટોબર 1998ના રોજ રિલીઝ થઈ હતી અને તે મારા જીવનની સૌથી ખુશીની ક્ષણ હતી. પરંતુ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું ત્યાં નહતો. અમને કેટલીક ધમકીઓ મળી હતી, જેના કારણે મારે અને મારા માતા-પિતાએ શરૂઆતની રાત્રે જ સુરક્ષા ઝોનમાંથી દેશ છોડવો પડ્યો હતો. તેથી મેં તે ફિલ્મ જોઈ નથી.
‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલી તસવીર.
મિત્રો કૉલ પર ચાહકોનો અવાજ સાંભળવતા હતા – કરણ
કરને વધુમાં કહ્યું કે, મારા કેટલાક મિત્રો મને ફોન કરતા હતા અને સલમાન ખાનની એન્ટ્રી અને ફિલ્મના કેટલાક ભાગો જોતી વખતે ચાહકોની ચીસોના અવાજો વિશે જણાવતા હતા. હું આ સાંભળીને રડી પડતો હતો કારણ કે આ ક્ષણ જોવા હું ત્યાં હાજર નહોતો.
કરન જોહરે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આદિત્ય ચોપરાએ પણ કરનને જાણ કરી હતી કે આ ફિલ્મ સુપરહિટ રહી છે. 16 ઓક્ટોબર 1998ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો.
કુછ કુછ હોતા હૈ 16 ઓક્ટોબર 1998ના રોજ રિલીઝ થઈ હતી.
25 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
ફિલ્મના 25 વર્ષ પૂરા થવા પર કરન જોહરે મુંબઈના એક થિયેટરમાં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું. આ સ્ક્રીનિંગમાં કરન જોહર, શાહરૂખ ખાન અને રાની મુખર્જીએ હાજરી આપી હતી.
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન લેવામાં આવેલી તસવીર.