

Updated: Jun 5th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 જૂન 2023 સોમવાર
ઉનાળો શરૂ થતા જ લોકો ખૂબ આઈસક્રીમ ખાય છે પરંતુ શું તમે જાણો છો કે જેને તમે આઈસક્રીમ સમજીને ખાઈ રહ્યા છો હકીકતમાં તે આઈસક્રીમ છે જ નહીં. બજારમાં આઈસક્રીમના નામે વેચાતી વધુ પડતી વસ્તુઓ ફ્રોઝન ડેઝર્ટ છે. જોકે આને ઓળખવા માટે તમારે જ્યારે કોઈ આઈસક્રીમ ખરીદો ત્યારે તેના પેકેટને ધ્યાનથી વાંચો. તમને સમજાઈ જશે કે જેને તમે આઈસક્રીમ સમજી રહ્યા હતા તેને પેકેટ પર ફ્રોઝન ડેઝર્ટ લખેલુ છે.
ફ્રોઝન ડેઝર્ટ શું હોય છે
તમે જેટલી પણ આઈસક્રીમ ખાવ છો તેમાંથી મોટાભાગની ફ્રોઝન ડેઝર્ટ હોય છે. આ ફ્રોઝન ડેઝર્ટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જે રીતે આઈસક્રીમને બનાવવામાં શુદ્ધ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે, ફ્રોઝન ડેઝર્ટને બનાવવામાં દૂધનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી.પરંતુ આમાં ઘણુ બધુ પામ ઓઈલ હોય છે. આ પામ ઓઈલ તમારા બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. જ્યારે પણ તમે કોઈક આઈસક્રીમ ખરીદશો જે હકીકતમાં એક ફ્રોઝન ડેઝર્ટ હશે તે તમે તેને પેકેટ પરના લખાણ દ્વારા જાણી શકશો જેમાં 10.2 ટકા વેજિટેબલ ઓઈલ કે વેજિટેબલ પ્રોટીન પ્રોડક્ટ છે. આ સાથે જ ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ સોયા પ્રોટીન, લિક્વિડ ગ્લૂકોઝ, સુગર સિરપ અને ઘણા બધા સિન્થેટિક ફૂડ કલર જોવા મળે છે.
અસલી આઈસક્રીમ કેવી હોય?
અસલી આઈસક્રીમ કુલ્ફીને કહેવામાં આવે છે, જેમાં કોઈ સિન્થેટિક શુગર સિરપ હોતી નથી, કોઈ સિન્થેટિક કલર નથી હોતો અને પામ ઓઈલ પણ હોતુ નથી, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. શુદ્ધ આઈસક્રીમમાં ફૂલ ફેટ મિલ્ક એટલે કે શુદ્ધ દૂધ, નાની ઈલાયચીનો પાઉડર અને ખાંડ હોય છે. આ કારણ હોય છે કે તે દેખાવમાં ફ્રોઝન ડેઝર્ટ જેટલુ સુંદર નથી હોતુ. જોકે. આ તમારા સ્વાસ્થ્ય માટે તેટલુ હાનિકારક નથી હોતુ જેટલુ કે ફ્રોઝન ડેઝર્ટ હોય છે. આ સાથે જ આનો સ્વાદ ફ્રોઝન ડેઝર્ટ કરતા ખૂબ વધુ સારો હોય છે.
Gujarati news, Gujarati recipes, Gujarati travel, Gujarati culture, Gujarati language, Gujarati business, Gujarati education, Gujarati health, Gujarati entertainment, gujarati blog, gujarati education blog,