

Updated: Oct 20th, 2023
નવી મુંબઇ,તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર
થલાપથી વિજય સ્ટારર લીઓએ બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી છે. લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત, બિગ બજેટ થ્રિલર ગુરુવારે દેશભરમાં રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. એડવાન્સ બુકિંગ રિપોર્ટ આવ્યા બાદ ફિલ્મ ધમાકેદાર હશે એ નિશ્ચિત હતું.
લીઓએ પણ જવાનને પાછળ છોડી દીધો
લીઓ 2023એ ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 46.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે શાહરૂખ ખાનની જવાનને પણ પાછળ છોડી દીધી, જેણે ભારતમાં તેનો પ્રથમ શો શરૂ થયો તે પહેલા કુલ રૂ. 41 કરોડની ટિકિટનું વેચાણ થયુ હતુ.
લિયોએ બીજા દિવસે કુલ 20.50 કરોડ ટિકિટો વેચાઇ ચૂકી છે. આજ સુધીમાં, ફિલ્મની 11 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.
પ્રથમ દિવસે રૂ. 66-69 કરોડના કલેક્શન સાથે બ્લોકબસ્ટર ઓપનિંગ કર્યા પછી, લીઓ આજે એક દિવસમાં રૂ. 30 કરોડથી વધુની કમાણી કરે તેવી અપેક્ષા છે, આમ માત્ર 2 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડનો આંકડો પાર કરી જશે.