Madhoo pics: બૉલીવુડમાં 90ના દાયકામાં કેટલીક એવી હીરોઇનો હતી જેને આજે પણ ફેન્સ યાદ કરી રહ્યા છે. આમાં એક નામ અભિનેત્રી મધુનું પણ છે. 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર મધુ આજે પણ પોતાની એક્ટિંગ અને ફેશન સેન્સથી લોકોને દિવાના બનાવે છે. તાજેતરમાં જ અભિનેત્રી એક રેસ્ટૉરન્ટમાં જોવા મળી હતી. જ્યાં તે ગ્લેમરસ લૂકમાં પહોંચી હતી. મધુની ફિટનેસ જોઇને લોકો ચોંકી ગયા હતા.