સામાન્ય રીતે જોવામાં આવે છે કે, શરીરના અન્ય અંગો કરતાં પીઠની કાળજી ઓછી લેવામાં આવતી હોય છે. પીઠની વ્યવસ્થિત સફાઇ ન થતી હોય તેમજ તડકાના સંપર્કમાં આવતાં પીઠ કાળી પડી જતી હોય છે. પરિણામે મહિલાઓ લો નેક પહેરવામાં મૂંઝવણ અનુભવે છે. પીઠની ત્વચાની કાળાશ ઓછી કરવા માટે ઃ
એલોવેરા અને લીંબનો રસ
એક બાઉલમાં બે લીંબુનો રસ લેવો તેમાં બે મોટા ચમચા એલોવેરા જેલ ભેળવવું. ેલોવેરા જેલ તાજુ હશે તો વધુ ફાયદો કરશે. આ બન્નેને બરાબર મિક્સ કરીને પીઠ પર લગાડીને મસાજ કરવું અને પછી લૂફાની મદદથી સ્ક્બિંગ કરીને હુંફાળા પાણીથી ધોઇ નાખવું.
ચણાનો લોટ અને લીંબુનો રસ
દરેક ઘરમાં ચણાનો લોટ હોય છે. જે પીઠની ત્વચાની કાળાશને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એક બાઉલમાં એક ચમચો ચણાનો લોટ લઇ ેતેમાં એક લીંબુનો રસ તેમજ બે ચમચા દહીં અને એક ચમચો ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી પીઠ પર લગાડી સ્ક્રબ કરીને પાંચ-૧૦ મિનીટ રહેવા દેવું. ત્યાર પછી ભીના હાથે સ્ક્રબ કરીને આ પેસ્ટને પીઠ પરથી દૂર કરી સ્નાન કરી લેવું.
મસૂરની દાળનો પાવડર અને લીંબુનો રસ
એક બાઉલમાં ત્રણ ચમચા મસૂરની ાળનો પાવડર બે મોટા લીંબુનો રસ અને નાનો ચમચો એલોવેરા અને એન એક નાનો ચમચો દહીં ભેળવીને પેસ્ટ બનાવીને પીઠ પર લગાડવું અને સ્ક્રબ કરવું. આ પેસ્ટ સંપૂર્ણ રીતે સુકાઇ જાય પછી એક ભીના ટુવાલથી હળવે હળવે સ્ક્રબ કરીને પીઠ સાફ કરવી.
ચોખાનો લોટ અને લીંબુનો રસ
એક બાઉલમાં ત્રણ ચમચો ચોખાનો લોટ તેમાં બે ચમચા દહીં અને એક લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી પીઠ પર લગાડવું. દસ મિનીટ પછી ભીના હાથેથી પીઠને સ્ક્રબ કરીને ધોઇ નાખવું.
ઘણા લોકોને લીંબુના ઉપયોગથી ત્વચા પર બળતરા થવાની સંભાવના રહે છે. જો આમ થાય તો તરત જ પીઠ ધોઇ નાખવી.
પૂરી પીઠ પર પેચ લગાડતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો.