મોબાઈલ ફોનની લત બાળકોને બનાવી રહી છે મગજથી કમજોર, મોડુ થાય તે પહેલા બચાવી લો

રિપોર્ટ પ્રમાણે મોબાઈલ, ગેજેટ્સ અને વધારે પડતુ ટીવી જોવાની લતથી બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યુ છે

વર્ચુઅલ ઓટિઝમના લક્ષણો સામાન્ય રીતે ચારથી પાંચ વર્ષ સુધીના બાળકોમા વધારે જોવા મળે છે

Updated: May 29th, 2023

Image Envato

તા. 29 મે 2023, સોમવાર

મોબાઈલ ફોન, ટીવી, ટેબલેટ, કોમ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ બાળકોને વર્ચુઅલ ઓટિઝમનો શિકાર બનાવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે આ બાળકોને આટિજ્મની બીમારી વધી રહી છે. અને સોશિયલ કોમ્યુનિકેશન અને તેના બિહેવિયર સ્કિલ્સમાં અસર કરે છે.

બાળકો જ્યારે રોતા હોય છે અથવા કોઈ વસ્તુ માચે જીદ કરે છે ત્યારે તેના મા-બાપ તેનો પીછો છોડાવવા માટે મોબાઈલ ફોન અથવા કોઈ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ આપી દેતા હોય છે. આ ટ્રેન્ડ અત્યારના સમયમાં સામાન્ય થઈ ગયો છે. અને આવુ કરવાથી બાળકો શાંત થઈ જાય છે. પરંતુ વધારે પડતો સમય મોબાઈલ કે અન્ય ગેજેટની સ્ક્રીન પર જોવાની લત પડી જાય છે.

રિપોર્ટ પ્રમાણે મોબાઈલ, ગેજેટ્સ અને વધારે પડતુ ટીવી જોવાની લતથી બાળકોનું ભવિષ્ય ખરાબ
સમગ્ર વિશ્વમાં થયેલા તમામ સંશોધનમાં એક જ વાત સામે આવી છે કે બાળકોને ફોન આપી દેવાથી તેના માનસિક વિકાસ પર અસર પડે છે. આટલું જ નહી રિપોર્ટ પ્રમાણે મોબાઈલ, ગેજેટ્સ અને  વધારે પડતુ ટીવી જોવાની લતથી બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યુ છે. અને તેમા વર્ચુઅલ ઓટિઝમનો ખતરો વધી રહ્યા છે.

શું છે આ વર્ચુઅલ ઓટિઝમ

વર્ચુઅલ ઓટિઝમના લક્ષણો સામાન્ય રીતે ચારથી પાંચ વર્ષ સુધીના બાળકોમા વધારે જોવા મળે છે.આવુ એટલા માટે થાય છે કે જેમા બાળકોને મોબાઈલ, ટીવી, લેપટોપનો વધારે પડતો ઉપયોગ કરવાથી બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે. અને તેમા બાળકોને બોલવામાં અને બીજા સાથે વાતચિત કરવામાં મુશ્કેલી જોવા મળે છે.

દિલ્હીમાં બીએલકે મેક્સ હોસ્પિટલના એક ડોક્ટરના કહેવા પ્રમાણે, આવી પરિસ્થિતિને ડોક્ટરની ભાષામાં તેને વર્ચુઅલ ઓટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે આ બાળકોમાં ઓટિજ્મ હોતો નથી પરંતુ તેમા લક્ષણો આવી જાય છે. અને તેમા 1થી 3 વર્ષના બાળકોમાં તેનો ખતરો વધારે થાય છે. આજના સમયમાં બાળકો જ્યારથી ચાલવાનુ શરુ કરે છે, તો ફોનના એક્સપોજરમાં આવી જાય છે. સવા વર્ષથી લઈને 3 વર્ષના બાળકોમાં આવુ વધારે જોવા મળે છે. જેમા મા-બાપ કેટલીક વાર તેમનાથી દુર રહેવાના કારણે આવુ થતુ હોય છે.

Leave a comment