કામ પ્રત્યે નિષ્ઠા અને મહેનત એ જ મારો મંત્રઃ Sanya Malhotra

Updated: Jun 9th, 2023

– ‘હું કોઇપણ પડકારરૂપ કે પ્રયોગશીલ ભૂમિકા ભજવવા તૈયાર છું. કોઇ પણ ડિરેક્ટરની નવી ફિલ્મ માટે ઓડિશન આપવામાં પણ મને બિલકુલ વાંધો નથી.’

પ હેલવાન ફોગટ બહેનો છેલ્લા ઘણા સમયથી ન્યુઝમાં છે. અલબત્ત, અનીચ્છનીય અને અપ્રિય કારણથી. વિનેશ ફોગટ અન્ય રેસ્લર્સ સાથે ભારે આક્રમકપણે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તેમજ ભાજપના સાંસદ બિજભૂષણ શરણ સિંહ સામે જાતીય શોષણના મુદ્દે  વિરોધ નોંધાવી રહી છે, જ્યારે એના મોટા કાકાની દીકરી અને ભાજપી નેતા બબિતા ફોગટ સૌને સમજાવવાનો પ્રયાસ કરતી આવી છે. હાલ પૂરતો તો મામલો ઠંડો પડયો છે, પણ તમે જાણો છોને કે ‘દંગલ’ ફિલ્મમાં બબિતા ફોગટનો રોલ કોણે કર્યો હતો? સાન્યા મલ્હોત્રાએ. ૨૦૧૬માં ‘દંગલ’થી કરીઅરની  શરુઆત કરનાર સાન્યાનો ઘોડો હજુય પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે.

સાન્યાબિ કહે છે, ‘મેં બતાકુમારી પાત્રને ન્યાય આપવા માટે જાણીતા પહેલવાન  કૃપાશંકર બિશ્નોઇ પાસે ભારતીય કુસ્તીના પડકારરુપની ખાસ તાલીમ લીધી હતી.  આમ, કારકિર્દીની શરૂઆતથી જ મેં મહેનત અને લગન સાથે કંઇક નવું શીખવાનો મંત્ર અપનાવ્યો છે.’

સાન્યાએ છેલ્લે ‘કટહલ’ (ફણસ) નામની ઓટીટી ફિલ્મમાં પોલીસ ઓફિસરની મજેદાર ભૂમિકા ભજવી. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે ગામના એક રાજકીય નેતાના બગીચામાંથી ફણસના વૃક્ષ પરથી બે ફળ અદ્રશ્ય થઇ જાય છે. આખા ગામમાં આ ચોરી વિશે જબરી ચર્ચા થાય છે. ગામલોકોની સાથોસાથ ગામની પોલીસ પણ ફણસનાં પેલાં બંને ફળ શોધવા માટે મહેનત કરે છે.

આ પણ આ વાંચજો.

સાન્યાએ પોતાની ભૂમિકા સમજવા એણે અસલી મહિલા પોલીસ ઓફિસરો સાથે વાતચીત કરી હતી.  સાન્યાની ફિલ્મોગ્રાફીમાં ‘પટાખા’,’બધાઈ હો’, ‘ફોટોગ્રાફ’, ‘લુડો’ જેવી ફિલ્મો બોલે છે. એની આગામી ફિલ્મો તો ઑર ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એક છે,  શાહરૂખ ખાનની ‘જવાન’ અને બીજી છે, મેઘના ગુલઝારની બાયોપિક ‘સેમ બહાદુર’. હા, ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ની હિન્દી રીમેક તો ખરી જ.

સાન્યા કહે છે, ‘હું મારી  કારકિર્દી બાબતે બિલકુલ સ્પષ્ટ છું. હું કોઇપણ પડકારરૂપ કે પ્રયોગશીલ ભૂમિકા ભજવવા તૈયાર છું. કામ પ્રત્યે નિષ્ઠા અને મહેનત એ જ મારો મંત્ર છે. કોઇ પણ ડિરેક્ટરની ફિલ્મ માટે ઓડિશન આપવામાં મને બિલકુલ વાંધો નથી.

સરસ! નહીં તો આટલી બધી અને આટલી મજાની ફિલ્મો કર્યા પછી ઓડિશનનું નામ પડે તો હીરો-હિરોઈનોને અપમાન જેવી લાગતું હોય છે. સાન્યાનો આ અભિગમ એને ઘણે દૂર સુધી લઈ જશે એવું તમને પણ નથી લાગતું?

Sanya malhotra

Leave a comment