Navratri Vrat Recipes: આ 3 ફરાળી વ્યંજન,આપને નવરાત્રિના વ્રતમાં દિવસભર રાખશે એનર્જેટિક, જાણો રેસિપી

Navratri Vrat Recipes:  આ 3 ફરાળી વ્યંજન,આપને નવરાત્રિના વ્રતમાં દિવસભર રાખશે એનર્જેટિક, જાણો રેસિપી

Navratri Vrat Recipes: સામાન્ય રીતે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં લોકો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે. તો કેટલાક લોકો એવા હોય છે જે ફક્ત પ્રથમ અને છેલ્લા દિવસે જ ઉપવાસ કરે છે. તો કેટલાક અષ્ટમીમાં  ઉપવાસ કરે છે. નવરાત્રીમાં આપને સંતુષ્ટ રાખવાની સાથે એનર્જેટિક પણ રાખે  તેવા ફરાળી વ્યજનની શોધમાં હો તો આ ઓપ્શન બેસ્ટ છે.

અરબી કોફતા અને મિન્ટ યોગર્ટ ડીપ

અરબી કોફ્તા નવરાત્રી માટે એક પરફેક્ટ નાસ્તો છે. તે કટ્ટુના લોટથી અરબી કોફતા બનાવાય છે અને ફુદીના-દહીંમાં ડીપ કરીને સર્વે કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં તમે અરબી કોફ્તા અને મિન્ટ દહીં ડીપ ટ્રાય કરી શકો છો.

દહીં આલુ

બટાટા એક એવું શાક છે જે નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. બટાકામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. તમે ઉપવાસ દરમિયાન ઘણી વખત બટેટાની કઢી ખાધી હશે. પરંતુ આ વખતે જ્યારે પણ તમે ઉપવાસ કરતા હોવ આ વખતે દહીં આલુની ડિશ ટ્રાય કરો. આ માટે આપને  બાફેલા બટાટામાં મસાલો મિક્સ કરીને તેમાં  દહીંની  જાડી ગ્રેવીમાં ઉમેરાની હોય છે. આપ આલૂ રસાદાર પણ બનાવી શકો છો.

સાબુદાણાના પુડલા

આપ નવરાત્રિના વ્રતમાં સાબુદાણાના પુડલા પણ બનાવી શકો છો આ માટે 2 વાટકી  સાબુદાણાને ત્રણ કલાક માટે પલાળી દો બાદ એક નાનું  બાફેલ બટેટાને મેસ કરીને તેમાં મિક્સ કરીને આ મિકસરને ગ્ર્રાઇન્ડ કરી દો. બાદ તેમાં આદુ, મરચાની પેસ્ટ ઉમેરો અને નમક, જીરૂ સહિતના મસાલા ઉમેરો  અને બાદ તવા પર તેલ લગાગી આ ખીરુને તવા પર પાથરીને પુડલા બનાવો. ગ્રીન ચટણી સાથે તને સર્વ કરો

ફરાળી ઇડલી કેવી રીતે બનાવશો

તમે ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા, ફરાળી ઢોસા સહિતની કેટલીક વાનગીઓ ખાધી હશે  પરંતુ આજે અમે તમને ફરાળી ઈડલી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. જો તમે ઉપવાસમાં સાદું અને સ્વાદિષ્ટ ભોજન ખાવા માંગો છો, તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

ફરાળી ઇડલી બનાવવા માટેની સામગ્રી

1-1 કપ સાંબો અને દહીં

સ્વાદ મુજબ રોક સોલ્ટ

1 પેકેટ ફ્રૂટ સોલ્ટ

નાળિયેરની ચટણી માટે

4 ચમચી નારિયેળ (છીણેલું)

2 લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર

3 ચમચી દહીં

1 ચમચી તેલ

1/4-1/4 ચમચી સરસવ, જીરું અને અડદની દાળ

ફરાળી ઇડલી બનાવવાની રીત

સાંબાને સૌ પ્રથમ મિક્સરમાં પીસીને પાવડર બનાવો.

તેમાં દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો અને તેને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દો..

તેમાં મીઠું અને ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો અને તેને 15 મિનિટ વરાળમાં પકાવો.

ગરમાગરમ ઇડલી ચટણી સાથે સર્વ કરો.

Leave a comment