Neetu Singh wanted to work in the film ‘Bobby’ | રાજ કપૂર હતા સખ્ત વિરોધી, ડેબ્યુ ફિલ્મ રિશી કપૂરની હતી પરંતુ લાઇમલાઈટમાં રહ્યા ડિમ્પલ

Neetu Singh wanted to work in the film ‘Bobby’ | રાજ કપૂર હતા સખ્ત વિરોધી, ડેબ્યુ ફિલ્મ રિશી કપૂરની હતી પરંતુ લાઇમલાઈટમાં રહ્યા ડિમ્પલ


12 કલાક પેહલા

  • કૉપી લિંક

રિશી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘બોબી’એ 50 વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મમાં રિશી કપૂરની સાથે ડિમ્પલ કાપડિયાને કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. જો કે, નીતુ સિંહ રાજ કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રિશી સાથે કામ કરવા માગતા હતા.

રાજ કપૂર આ ફિલ્મમાં નીતુ સિંહને કાસ્ટ કરવા માગતા ન હતા
ફિલ્મ વિશ્લેષક દિલીપ ઠાકુરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નીતુ સિંહની માતા ઇચ્છતા હતા કે તેમની પુત્રી ‘બોબી’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે. તેમણે આ માટે ઘણો પ્રયાસ કર્યો પરંતુ ફિલ્મના ડિરેક્ટર રાજ કપૂરને નીતુ સિંહને કાસ્ટ કરવામાં રસ નહોતો.

રિશી કપૂર પિતા રાજ કપૂર સાથે

રિશી કપૂર પિતા રાજ કપૂર સાથે

કારણ એ હતું કે નીતુએ અગાઉ ‘દો કલીયાં’ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. રાજ કપૂર આ ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં હતા. આ સમયે દરેકના મનમાં સવાલ હતો કે રિશી કપૂરની સામે કોને કાસ્ટ કરવામાં આવશે.

પિતાની સલાહ પર ડિમ્પલે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને પસંદગી પામ્યા
ડિમ્પલ કાપડિયાના પિતા ચુન્નીભાઈ કાપડિયા પણ ઈચ્છતા હતા કે તેમની દીકરી રાજ કપૂરની ફિલ્મની હિરોઈન બને. આ માટે તેમણે પોતાની પુત્રી ડિમ્પલને રાજ કપૂરની સામે ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપવા કહ્યું. તેમના પિતાની સલાહને અનુસરીને ડિમ્પલે આરકે સ્ટુડિયોમાં પરીક્ષા આપી હતી. આ તે શોટ હતો જ્યાં તે સીડી પરથી નીચે આવે છે અને રિશી કપૂરને ગળે લગાવે છે. ડિમ્પલે આ શોટ ખૂબ જ સારી રીતે પ્લે કર્યો અને તેમની પસંદગી થઇ હતી.

ફિલ્મના દ્રશ્યમાં રિશી કપૂર સાથે ડિમ્પલ.

ફિલ્મના દ્રશ્યમાં રિશી કપૂર સાથે ડિમ્પલ.

રિશી કપૂરની ડેબ્યૂ ફિલ્મ પરંતુ ડિમ્પલ લાઈમ લાઈટમાં રહી
મ્યુઝિક કમ્પોઝર લક્ષ્મીકાંતે એકવાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ખબર નથી કે ફિલ્મમાં ‘બોબી’નો રોલ રિશીનો હતો કે ડિમ્પલનો. રિશીની આ ડેબ્યુ ફિલ્મ હતી. એટલા માટે બધાને લાગતું હતું કે તેમના પાત્રનું નામ બોબી હશે. પરંતુ આવું ન થયું.

ફિલ્મ નિર્દેશક રાજ કપૂર તેમની ફિલ્મોની સ્ટોરી લાઈન મહિલાઓ પર આધારિત રાખતા હતા. પછી તે ફિલ્મ ‘પ્રેમ રોગ’ હોય, ‘હિના’ હોય કે પછી, ‘સત્યમ શિવમ સુંદરમ’ હોય કે પછી ‘રામ તેરી ગંગા મૈલી’ હોય . લોકો ઘણીવાર એ હકીકતને નજરઅંદાજ કરે છે કે ‘મેરા નામ જોકર’ પછી રાજ કપૂર મોટાભાગે મહિલાલક્ષી વિષયો પર ફિલ્મો બનાવી હતી.

નીતુ નહીં પણ પારસી ગર્લ યાસ્નીન રિશી કપૂરનો પહેલો પ્રેમ હતો
ફિલ્મ ‘બોબી’ રીલિઝ થયા બાદ રિશી અને ડિમ્પલ કાપડિયાનું અફેર ચર્ચામાં હતું, પરંતુ હકીકતમાં તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતો. અસલીમાં રિશી યાસ્મીન નામની પારસી છોકરીના સ્કુલના સમયથી જ પ્રેમમાં હતો. આ તેમના જીવનનો પહેલો પ્રેમ હતો. જ્યારે રિશીને ‘બોબી’ ફિલ્મમાં કામ મળ્યું ત્યારે યાસ્મીન જ તેમને વજન ઘટાડવામાં મદદ કરી હતી.

ડિમ્પલ સાથે નામ જોડાયા બાદ યાસ્મીન રિશીથી ​​અલગ થયા હતા. પણ રિશી આ દુ:ખ સહન કરી શક્યા નહિ. ‘બોબી’ ફિલ્મ બાદ તેમણે નીતુ સિંહ સાથે ફિલ્મ ‘જહરીલા’માં કામ કર્યું હતું. આ સમયે તેઓ તેમની કો-સ્ટાર નીતુને યાસ્મીનને ફોન કરવા માટે કહેતા હતા અને કલાકો સુધી જવાબની રાહ જોતા હતા, પરંતુ જવાબ મળતો ન હતો. સમય જતાં રિશીનો પહેલો પ્રેમ અધૂરો રહ્યો હતો.

1980માં રિશી અને નીતુના લગ્નમાં શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર.

1980માં રિશી અને નીતુના લગ્નમાં શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર.

બાદમાં નીતુ અને રિશીના લગ્ન 22 ફેબ્રુઆરી 1980ના રોજ થયા હતા. તે સમયે નીતુ માત્ર 21 વર્ષના હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a comment