New promo release of movie ‘Ganapat’ | ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનન જોરદાર એક્શન કરતા જોવા મળ્યા, આ ફિલ્મ શુક્રવારે થશે રિલીઝ

New promo release of movie ‘Ganapat’ | ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનન જોરદાર એક્શન કરતા જોવા મળ્યા, આ ફિલ્મ શુક્રવારે થશે રિલીઝ


14 કલાક પેહલા

  • કૉપી લિંક

ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનન સ્ટારર પૂજા એન્ટરટેઈનમેન્ટની આગામી ફિલ્મ ‘ગણપત’ની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ફિલ્મનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જી હાં, શાનદાર ટીઝર, ગીતો અને ધમાકેદાર ટ્રેલર પછી હવે એક્શનથી ભરપૂર ફિલ્મનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેને જોઈને ટાઈગરના ફેન્સ ખૂબ જ ખુશ છે.

આ પ્રોમો પણ અગાઉ રિલીઝ થયેલા ટ્રેલરની જેમ જ વિસ્ફોટક છે. ક્રિતી સેનનની એક્શનને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. હવે માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે. ફિલ્મ ‘ગણપત’ 20 ઓક્ટોબરે રિલીઝ થશે.

આ ફિલ્મ દશેરા પર રિલીઝ થશે
ગણપત આ મહિને ઓક્ટોબરમાં હિન્દી, તેલુગુ, તમિળ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે જ્યારે પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a comment