NPA સંબંધિત વિષયો પર માર્ગદર્શિકા જારી કર્યા પછી પણ કેટલીક બેંકોના ગવર્નેસમાં ફરક જોવા મળ્યો
બેંક બોર્ડ અને મેનેજમેન્ટે ગવર્નેસમાં આવા ગેપ્સ ન બનવા જોઈએ
Updated: May 30th, 2023
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી. તેમણે બેંકોના કોર્પોરેટ ગવર્નેસમાં સમસ્યાઓ અને સંભવિત સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતા. RBIના ગવર્નરે કહ્યું, આ જ બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નરે સ્પષ્ટપણે કહ્યું હતું કે બેંકો બેડ લોન છુપાવવા અને નફો દર્શાવવા માટે જે યુક્તિઓનો ઉપયોગ કરે છે તેનાથી અમે વાકેફ છીએ. બેંક બોર્ડ અને મેનેજમેન્ટે ગવર્નેસમાં આવા ગેપ્સ નહીં બનવા જોઈએ.
બેંકના NPA સુનિશ્ચિત કરવાની જવાબદારી ડિરેક્ટર્સની
બેંકોના બોર્ડ ડાયરેક્ટર્સને સલાહ આપતા ગવર્નરે કહ્યું કે, બેંકનું ગવર્નેસ મજબૂત રહે તે સુનિશ્ચિત કરવાની બેંકના પૂર્ણ-સમય અને નોન-એક્ઝિક્યુટિવ અથવા પાર્ટ-ટાઇમ ડિરેક્ટર્સની જવાબદારી છે.
બેંકો દ્વારા સ્માર્ટ એકાઉન્ટિંગ પદ્ધતિઓનો ઉપયોગ
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈને જાણવા મળ્યું છે કે, બેંકો તેમના નાણાકીય પ્રદર્શનને વધુ સારી રીતે બતાવવા માટે સ્માર્ટ એકાઉન્ટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે. સ્ટ્રેસ લોનની વાસ્તવિક સ્થિતિ છુપાવવા માટે બે ધિરાણકર્તાઓ વચ્ચે લોન અથવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનું વેચાણ અને બાયબેક પણ ઉપયોગમાં લેવાય છે.
બેંકો કેવી રીતે NPA પર ખેલ કરે છે?
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, આ પ્રકારના મામલા અગાઉ પણ RBIના ધ્યાને આવ્યા છે. આ NPA ચાલી રહેલી સ્કેમ કેવી રીતે થાય છે એના પર પ્રકાશ પડતા કહ્યું કે, બેંકો એકબીજાની બેડ લોન ખરીદે છે, લોન મેનેજમેન્ટ માટે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જારી કરે છે. NPA ના દબાણને ઘટાડવા માટે સારા ઋણ લેનારાઓ પાસેથી ખરાબ ઉધાર લેનારાઓ સાથે સ્ટ્રક્ચર્ડ ડીલ. આંતરિક અથવા ઓફિસ ખાતાઓનો ઉપયોગ કરીને ઉધાર લેનારાઓની જવાબદારીઓ માટે ભંડોળની વ્યવસ્થા કરવી. જૂની લોનની પતાવટ કરવા માટે નિયત તારીખ પહેલાં સીધી અથવા કોઈપણ પેટાકંપનીને લોન આપીને NPA છુપાવવું. રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે, આવા ઘણા મામલા સામે આવ્યા બાદ અન્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, આવી પદ્ધતિઓ અપનાવવાથી કોને ફાયદો થાય છે.