

Updated: Sep 9th, 2023
Image Source: Twitter
મુંબઈ, તા. 09 સપ્ટેમ્બર 2023 શનિવાર
શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ સ્ટારર જવાન 7 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે, જેના એડવાન્સ બુકિંગની તાબડતોડ કમાણી બાદ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન ચાલુ છે. જવાન ફિલ્મ પોતાના નામે ઘણા રેકોર્ડ કરતી જોવા મળી રહી છે પરંતુ અમુક ચાહકો ફિલ્મના ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ઘરે બેઠા કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જોઈ શકે.
રિપોર્ટ અનુસાર નેટફ્લિક્સ રિલીઝના અમુક મહિના બાદ જવાનના ઓટીટી રાઈટ્સ ખરીદવાની દોડમાં સૌથી આગળ છે જોકે આ સત્તાવાર જાહેરાત નથી જ્યારે અમુક રિપોર્ટસમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે સેટેલાઈટ રાઈટ્સ 250 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે, જેમાં તેના ડિજિટલ રાઈટ્સ, સેટેલાઈટ અને મ્યૂઝિક રાઈટ્સ પણ સામેલ છે જ્યારે ફિલ્મની પ્રીમિયર રિલીઝના 45થી 60 દિવસ બાદ ઓટીટી પ્લેટફોર્મ પર હોવાની શક્યતા છે, જે ઓક્ટોબરના અંતની આસપાસ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે SRKની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મ YRF પ્રોડક્શનની હતી જ્યારે SRK નું પ્રોડક્શન હાઉસ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પોતાના પ્રોડક્શન હાઉસની ડાર્લિંગ્સ, બેતાલ અને બોર્ડ ઓફ બ્લડ જેવી ફિલ્મો નેટફ્લિક્સ પર રિલીઝ કરી ચૂક્યુ છે. જવાનનું ઓનલાઈન મીડિયા પાર્ટનર નેટફ્લિક્સ છે, જેનો ઉલ્લેખ ફિલ્મની શરૂઆતમાં જોવા મળે છે. તેથી કહેવાય કે જવાનને નેટફ્લિક્સ પર દર્શકો જોઈ શકશે.
જવાન લગભગ 300 કરોડના બજેટમાં બનેલી છે જ્યારે સમગ્ર દુનિયામાં ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. વીકેન્ડ પર ફિલ્મની કમાણી વધવાના અણસાર છે.