

6 મિનિટ પેહલા
- કૉપી લિંક


બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા 24 સપ્ટેમ્બરે AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી તે અંગેનું એક કાર્ડ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે. હાલમાં જ એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં પરિણીતી એરપોર્ટ પર સિમ્પલ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.


વીડિયોમાં એક્ટ્રેસ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેમણે સફેદ ટી-શર્ટ સાથે ડેનિમ સ્કર્ટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સારી લાગી રહી છે. જોકે, એક્ટ્રેસ એરપોર્ટ પર ઉતાવળમાં જોવા મળી હતી. વીડિયો જોઈને લાગે છે કે તે ફ્લાઈટ માટે લેટ થઈ રહી હતી. અંદર જતા પહેલાં સ્માઈલ આપીને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.
પરિણીતી 24 સપ્ટેમ્બરે લગ્ન કરશે
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ બંને 24 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. કાર્ડ મુજબ પરિણીતી અને રાઘવ 30 સપ્ટેમ્બરે ચંદીગઢની તાજ હોટલમાં રિસેપ્શન પાર્ટી આપશે.


રાઘવ-પરિણીતીના લગ્ન ઉદયપુરમાં થશે
રાઘવ-પરિણીતીના લગ્નને લઈને હોટેલ લીલા પેલેસ અને ઉદયવિલાસમાં ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. બંનેના લગ્નના કાર્યક્રમો 23-24 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
આ દરમિયાન રાજકારણ અને બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ ઉદયપુર આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલના બુકિંગની સાથે હવે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું માનવામાં આવે તો, લગ્નના પહેલા દિવસે એટલે કે 23 સપ્ટેમ્બરે મહેંદી, હલ્દી અને સંગીતના કાર્યક્રમો શરૂ થશે. લગ્ન બાદ ગુરુગ્રામમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે.


સગાઈ મે મહિનામાં દિલ્હીમાં થઈ હતી
બંનેની રિંગ સેરેમની 13 મેના રોજ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત કપૂરથલા હાઉસમાં થઈ હતી. રિંગ સેરેમનીમાં નામાંકિત હસ્તીઓએ ભાગ લીધો હતો. તેમની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સહિત ઘણા અગ્રણી લોકો હાજર હતા.
કોલેજમાં સાથે હતા
ઉલ્લેખનીય છે કે પરિણીતી ને રાઘવ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સાથે ભણતા હતા. તેમના કોમન ફ્રેન્ડ્સ પણ છે. આટલું જ નહીં બંનેને ટ્રાવેલ કરવું ગમે છે અને બંને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ડેસ્ટિનેશન અંગે વાતો કરતા રહેતા હોય છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પરિણીતી ચોપરા ટૂંક સમયમાં જ દિલજીત દોસાંઝની સામે ફિલ્મ ‘ચમકીલા’માં જોવા મળશે. ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર જોવા મળશે.