PM મોદીની અધ્યક્ષતા હેઠળ 4 જુલાઈએ SCO શિખર સંમેલનની યજમાની કરશે ભારત, રશિયા-ચીન પણ લેશે ભાગ

[ad_1]

વિદેશ મંત્રાલયએ આજે મંગળવારે 22 મા શિખર સંમેલન જાહેરાત કરી હતી.

SCO પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષોનાં 22 મા શિખર સંમેલનની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે.

Updated: May 30th, 2023

add caption

તા. 30 મે 2023, મંગળવાર 

ભારત 4 જૂલાઈએ વર્ચુઅલ રીતે શંધાઈ સહયોગ સંગઠન (SCO)ની  વાર્ષિક શિખર સંમેલનની યજમાની કરશે. વિદેશ મંત્રાલયએ આજે મંગળવારે તેની જાહેરાત કરી હતી. જો કે વિદેશ મંત્રાલયએ શિખર સંમેલનને વર્ચુઅલ રીતે આયોજન કરવાના કારણોને હવાલો આપ્યો નથી. તો ત્યા બીજી બાજુ આવતી કાલ નેપાળના પ્રધાનમંત્રી કમલ દહલ પ્રંચડ તેમની સત્તાવાર મુલાકાતે ભારત આવશે.

વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું હતું કે ભારત તેની SCO શિખર સંમેલનની અધ્યક્ષતાના રુપે SCO પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષોનાં  22 મા શિખર સંમેલન 4 જૂલાઈએ વર્ચુઅલ રીતે આયોજન કરશે. અને આ સંમેલનની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે.

આ શિખર સંમેલનમાં આ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે

વિદેશ મંત્રાલયે કહ્યુ કે, SCO ના દરેક સભ્ય દેશો -ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈરાન, બેલારુસ અને મોંગોલિયાના પર્યવેક્ષક રાજ્યો રાજ્યો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.  SCO પરંપરા પ્રમાણે તુર્કમેનિસ્તાનને પણ અધ્યક્ષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. 

ગયા વર્ષે સમરકંદમાં થયુ હતું SCOનું શિખર સંમેલન

ગયા વર્ષે SCOનું શિખર સંમેલન ઉઝબેકિસ્તાનના સમરકંદમા થયુ હતું. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના સમકક્ષ વ્લાદિમીર પુતિન સહિત ગ્રુપના દરેક મોટા નેતાઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ભારતે 16 સપ્ટેમ્બરના રોજ SCO ની અધ્યક્ષતા સ્વીકારી હતી. 

Leave a comment