PM Modi wrote Garba song, stars were impressed | અક્ષયે કહ્યું, ‘હવે અમે ક્યાં જઈએ? કંગનાએ લખ્યું, ‘સમય કાઢીને ગરબો લખવો મોટી વાત છે’


11 કલાક પેહલા

  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબા ગીત ‘માડી’ રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર, કંગના રનૌત અને જુહી ચાવલા જેવા સ્ટાર્સે પીએમ મોદીની આ છુપાયેલી પ્રતિભાના વખાણ કર્યા છે. અક્ષય કુમારે મજાકમાં કહ્યું કે પીએમ હવે અમારા ક્ષેત્રમાં પણ હાથ અજમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારે ક્યાં જવું જોઈએ?

કંગના રનૌતે કહ્યું કે આવા વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ગીત લખવું ખરેખર વખાણવા લાયક છે. જુહી ચાવલાએ કહ્યું કે આ ગીતના બોલ તેના દિલને સ્પર્શી ગયા છે. આ માટે તે વડાપ્રધાન મોદીનો આભાર માને છે.

અક્ષયે લખ્યું- સર, તમે અમારી ફિલ્મમાં પણ….
વડાપ્રધાન મોદીએ લખેલું માડી ગીત નવરાત્રીના પહેલા દિવસે એટલે કે રવિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. દિવ્યા કુમાર અને મીત બ્રધર્સે તેમાં પોતાનો અવાજ આપ્યો છે. પીએમ મોદીએ થોડા દિવસ પહેલા આ ગરબા ગીતના લિરિક્સ લખ્યા હતા. પીએમ મોદીએ પોતે ગીત લોન્ચ કર્યું હતું. પીએમ મોદીના આ છુપાયેલા ટેલેન્ટથી બોલિવૂડ સ્ટાર્સ પ્રભાવિત થઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદીને ટેગ કરતાં અક્ષય કુમારે X (Twitter) પર લખ્યું – આ ખૂબ જ અદ્ભુત છે. સાહેબ, તમે પણ અમારા ક્ષેત્રમાં જ… અમે ક્યાં જઈએ? મારા તરફથી તમને અને બીજા બધાને નવરાત્રીની શુભકામનાઓ.

કંગનાએ કહ્યું- PMએ આટલઉં વર્ક પ્રેશર હોવા છતાં આ ગીત લખ્યું
કંગના રનૌતે લખ્યું- આટલા વ્યસ્ત શેડ્યૂલ અને કામના દબાણ છતાં પીએમ મોદીએ આ પરંપરાગત ગીત લખ્યું. પીએમએ આને પ્રાથમિકતા આપી, તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે.

જુહી ચાવલાએ લખ્યું- નરેન્દ્રભાઈ મોદીની આ પ્રતિભા જોઈને હું દંગ રહી ગઈ છું. કેવું સુંદર ગીત છે. તેના ગીતો હૃદય સ્પર્શી છે. ગીતની ગાયકી અને રચના પણ ઉત્તમ છે. ભારતીય હોવાને કારણે અમને ગર્વ છે કે અમને આ સંસ્કૃતિ વારસામાં મળી છે.

Leave a comment