Prabhas Account Hack:પ્રભાસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ પોસ્ટ

Prabhas Account Hack:પ્રભાસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ પોસ્ટ


પ્રભાસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્લેટફોર્મ પર દેખાતું નથી

પ્રભાસ તરફથી એકાઉન્ટ બાબતે ખુલાસો કરવામાં આવે ત્યારે જ સાચી હકીકત જાણવા મળશે

Updated: Oct 15th, 2023

Image X (Twitter)

તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

Prabhas Account Hack: સાઉથના સુપરસ્ટાર પ્રભાસના સોશિયલ મીડિયા (Social media) પર લાખોની સંખ્યામાં ફેન છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, એક્ટરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયુ છે. જો કે, હજુ સુધી એ નક્કી નથી થયુ કે, એક્ટરે પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કર્યું છે કે ખરેખર તેનું એકાઉન્ટ હેક થયુ છે. 

પ્રભાસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્લેટફોર્મ પર દેખાતું નથી

આ બાબતે મળતા તાજા રિપોર્ટ પ્રમાણે પ્રભાસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્લેટફોર્મ પર દેખાતું નથી, જેના કારણે ફેન્સ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, શાયદ સુપરસ્ટારનું એકાઉન્ટ હેક થયું છે. આ સાથે લોકોના મગજમાં એવો પણ ખ્યાલ આવી રહ્યો છે કે શાયદ પ્રભાસે પોતે પણ તેનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડિએક્ટિવેટ કર્યુ હોય તેવી પણ સંભાવના હોઈ શકે છે.

પ્રભાસ તરફથી એકાઉન્ટ બાબતે ખુલાસો કરવામાં આવે ત્યારે જ સાચી હકીકત જાણવા મળશે

પ્રભાસના લાખો કરોડો ફેન્સ છે, જે અભિનેતા પર પોતાની જાન લુંટાવે છે. એવામાં આવા સમાચાર આવતા તેના ચાહકો ખુબ નિરાશ થઈ ગયા છે. હજુ એ વાતની પણ સ્પષ્ટતા નથી થઈ કે, પ્રભાસે ખુદ પોતાનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે કે અન્ય કોઈ વાત છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે પ્રભાસ તરફથી પણ આ બાબતે હજુ કોઈ રિએક્શન આવ્યું નથી. અભિનેતાના ફેન્સના મનમાં આ બે વાત ચાલી રહી છે. જો કે હવે તો જ્યા સુધી પ્રભાસ તરફથી કોઈ હિંટ ન મળે ત્યા સુધી સાચી હકીકત સામે નહી આવે. એટલે હવે પ્રભાસ તરફથી એકાઉન્ટ બાબતે ખુલાસો કરવામાં આવે ત્યારે તેના ફેન્સને સાચી હકીકત જાણવા મળશે.

Leave a comment