Priyanka Chopra’s face was damaged due to nose surgery | અનિલ શર્માએ કહ્યું, ‘એક્ટ્રેસ રડતાં-રડતાં મને મળવા આવી હતી, તેમને ઘણી ફિલ્મોમાંથી કાઢી મુકવામાં આવી હતી’

Priyanka Chopra’s face was damaged due to nose surgery | અનિલ શર્માએ કહ્યું, ‘એક્ટ્રેસ રડતાં-રડતાં મને મળવા આવી હતી, તેમને ઘણી ફિલ્મોમાંથી કાઢી મુકવામાં આવી હતી’


13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ફિલ્મ ‘ગદર 2’ના ડિરેક્ટર અનિલ શર્માએ પ્રિયંકા ચોપરાના કરિયર વિશે વાત કરી છે. પ્રિયંકાએ તેમની ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’માં કામ કર્યું હતું. 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મ પ્રિયંકાની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી.

અનિલ શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પ્રિયંકા ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની અણી પર હતી કારણ કે તે દરમિયાન તેમને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેનું કારણ હતું પ્રિયંકા ચોપરાની પ્લાસ્ટિક સર્જરી. આ પાછળ હકીકત એવી છે કે, આ ફિલ્મની રિલીઝ પહેલાં પ્રિયંકાએ તેના નાકની સર્જરી કરાવી હતી જેનાથી કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ શકતી હતી.

ફિલ્મ 'ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય'માં પ્રિયંકા ચોપરા

ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’માં પ્રિયંકા ચોપરા

નાકની સર્જરીને કારણે બગડ્યો ચહેરો
અનિલ શર્માએ ‘બોલિવૂડ ઠીકાના’ સાથેની વાતચીતમાં કહ્યું, ચાલો તમને જણાવીએ કે શું થયું હતું. પ્રિયંકા સાથે એક મોટી દુર્ઘટના બની હતી. તે ખુબ જ સુંદર દેખાતી હતી, મેં તેમને ફિલ્મમાં સાઈન કરી હતી. મારી પત્નીએ પોતે પ્રિયંકાને મંદિરની બહાર સાઈનિંગ અમાઉન્ટ આપી હતી. પછી ‘ગદર’ ફિલ્મ રિલીઝ થયા પછી હું અમેરિકા અને યુરોપ ગયો હતો. જ્યારે હું બે મહિના પછી પાછો આવ્યો, ત્યારે મેં જોયું કે પ્રિયંકાએ તેના નાકની સર્જરી કરાવી હતી કારણ કે તે જુલિયા રોબર્ટ્સ જેવી દેખાવા માગતી હતી. આ હું અખબારોમાં વાંચું છું. મેં મનમાં વિચાર્યું કે પ્રિયંકાને આવું કરવાની શું જરૂર હતી, તે આટલી સુંદર દેખાતી હતી.

પ્રિયંકાનો ચહેરો જોઈને હું દંગ રહી ગયો : અનિલ શર્મા
અનિલ શર્માએ વધુમાં કહ્યું કે, થોડા દિવસો પછી એક નિર્માતાએ મને પ્રિયંકાની સર્જરી પછીનો ફોટો બતાવ્યો. હું તેને બિલકુલ ઓળખી ન શક્યો અને તેમને પૂછ્યું – આ કઈ હિરોઈન છે? તેમણે કહ્યું- પ્રિયંકા. હું ચોંકી ગયો. તેમનો ચહેરો સાવ કાળો થઈ ગયો હતો, મેં વિચાર્યું કે પ્રિયંકાએ પોતાનું શું કર્યું?

બીજા દિવસે મેં પ્રિયંકાને મળવા બોલાવી. તેઓ તેમની માતા સાથે મને મળવા આવી હતી. પ્રિયંકા અને તેમની માતા રડી રહ્યાં હતાં. તેમણે મને ઓપરેશન વિશે જણાવ્યું જેમાં પ્રિયંકાના નાક પર ડાઘ પડી ગયા હતા. એ નિશાન આજે પણ છે. પ્રિયંકાએ કહ્યું કે તેમને સાજા થવામાં થોડા મહિના લાગશે જેના કારણે તેને ઘણા પ્રોજેક્ટ્સમાંથી દૂર કરવામાં આવી છે.

પ્રિયંકાએ અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત 'ધ હીરોઃ સ્ટોરી ઓફ સ્પાય'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું

પ્રિયંકાએ અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ‘ધ હીરોઃ સ્ટોરી ઓફ સ્પાય’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું

પ્રિયંકાને પૂછ્યું- તમે આવું કેમ કર્યું?
અનિલ શર્માએ કહ્યું- મેં પ્રિયંકાને પૂછ્યું- તમે આવું કેમ કર્યું? પ્રિયંકાએ કહ્યું કે તે સાઇનસની સમસ્યાથી પીડિત હતી જે તેના માટે અસહ્ય બની ગઈ હતી. સર્જરી ખોટી થવાના કારણે પ્રિયંકા એટલી પરેશાન હતી કે તેણે બરેલી પરત જવાનું નક્કી કર્યું હતું.

અનિલ શર્માએ પ્રિયંકાને સમર્થન આપ્યું હતું
અનિલ શર્માએ મુશ્કેલ સમયમાં પ્રિયંકાને સાથ આપ્યો હતો. તેમણે યશરાજ ફિલ્મ્સમાં કામ કરનાર પીઢ મેકઅપ આર્ટિસ્ટને બોલાવ્યો. તે મેકઅપ આર્ટિસ્ટે માધુરી દીક્ષિત અને શ્રીદેવી સાથે કામ કર્યું હતું. અનિલ શર્માએ કહ્યું, જ્યારે તે આવ્યો ત્યારે મેં પ્રિયંકાને તેમની સાથે ઓળખાણ કરાવી અને કહ્યું, દાદા, આ છોકરી છે, અમે તેમની સાથે શું કરી શકીએ?

સંઘર્ષના દિવસોમાં માતા મધુ અને પિતા અશોક ચોપરા સાથે પ્રિયંકા

સંઘર્ષના દિવસોમાં માતા મધુ અને પિતા અશોક ચોપરા સાથે પ્રિયંકા

તેમણે કહ્યું- હું કંઈક કરીશ. ત્રણ દિવસ પછી અમે પ્રિયંકાનો સ્ક્રીન ટેસ્ટ લીધો. તેમને ટૂંકી વિગ આપવામાં આવી હતી. જ્યારે સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે અમે તેમને સની દેઓલ સહિત ઘણા લોકોને બતાવ્યું. સ્ક્રીન ટેસ્ટ જોયા પછી બધાએ કહ્યું કે પ્રિયંકા ખૂબ જ સુંદર છે.

ત્યારપછી મેં પ્રિયંકા સાથે ફિલ્મ ‘ધ હીરોઃ સ્ટોરી ઓફ સ્પાય’નું શૂટિંગ કર્યું હતું.અનિલ શર્માએ પ્રિયંકાના વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ તેમની જર્નીનું ઘણું સન્માન કરે છે. હાલમાં જ ‘ગદર 2’ની સફળતા બાદ પ્રિયંકાએ પણ અનિલ શર્માને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a comment