Rajamouli was seen dancing with his wife on stage | રાજામૌલી સ્ટેજ પર પત્ની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા: ફેમિલી ફંક્શનનો વીડિયો વાઇરલ, ડિરેક્ટર ટૂંક સમયમાં ‘SSMB 29’ફિલ્મનું કામ શરુ કરશે

[ad_1]

3 કલાક પેહલા

  • કૉપી લિંક

સાઉથના પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ડાયરેક્ટર તેની પત્ની રમા રાજામૌલી સાથે ફેમિલી ફંક્શનમાં સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે.

રહેમાનના ગીત પર કપલે ડાન્સ કર્યો હતો
આ વીડિયો સાઉથની પ્રોડક્શન કંપની Mythri Movie Makersના CEO ચેરીની દીકરીની સંગીત સેરેમનીનો છે. જ્યાં રાજામૌલીએ તેમની પત્ની સાથે રહેમાનના ગીત ‘અંદામૈના પ્રેમારાની’ પર પરફોર્મ કર્યું હતું. આ વિડિયો વાઇરલ થયા પછી, સામાન્ય રીતે ગંભીર દેખાતા રાજામૌલીની રમૂજી સાઈડ જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

કપલનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

કપલનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

પુત્રના લગ્નમાં પણ ડાન્સ કર્યો હતો
આ પહેલા રાજામૌલીએ પુત્ર એસએસ કાર્તિકેયના લગ્નમાં પણ પત્ની સાથે ડાન્સ કર્યો હતો. ફિલ્મ ‘RRR’એ ઓસ્કાર એવોર્ડ જીત્યા બાદ પણ દિગ્દર્શકનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નિર્દેશક અનિલ રવિપુડી સાથે ‘નાટુ-નાટુ’ સ્ટેપ રિક્રિએટ કરતો જોવા મળ્યા હતા.

રાજામૌલીના પુત્રના લગ્નમાં રામ ચરણ અને પ્રભાસ સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સેલેબ્સ સામેલ થયા હતા.

રાજામૌલીના પુત્રના લગ્નમાં રામ ચરણ અને પ્રભાસ સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સેલેબ્સ સામેલ થયા હતા.

‘SSMB 29’ રાજામૌલીની આગામી ફિલ્મ છે
વર્ક ફ્રન્ટ પર, રાજામૌલી હાલમાં તેની આગામી ફિલ્મના પ્રી-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક ‘SSMB 29’ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ જાપાનમાં આયોજિત ફિલ્મ ‘RRR’ની સ્ક્રીનિંગમાં કહ્યું હતું કે, તેણે તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. જો કે હજુ તેનું કાસ્ટિંગ કરવામાં આવ્યું નથી. માત્ર મુખ્ય હીરો મહેશ બાબુ અને મુખ્ય વિલનને ફાઈનલ કરવામાં આવ્યા છે.

રાજામૌલીએ તાજેતરમાં મહેશ બાબુ સાથેની તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે.

રાજામૌલીએ તાજેતરમાં મહેશ બાબુ સાથેની તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે.

આ ફિલ્મ આ વર્ષે મે-જૂનમાં ફ્લોર પર જવાની આશા છે. નિર્દેશક ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ફિલ્મ સાથે જોડાયેલી વિગતો શેર કરશે.

Leave a comment