કચ્છ માં પૂજ્ય મોરારી બાપુ ની રામ કથા ની ચાલતી તડામાર તૈયારીઓ

કચ્છ માં પૂજ્ય મોરારી બાપુ ની રામ કથા ની ચાલતી તડામાર તૈયારીઓ

વિશ્વભર માં પ્રખ્યાત એવા મહાન કથાકાર પૂજ્ય મોરારી બાપુ ની કથા ની તૈયારી ચાલુ થઇ ગઈ છે. પચ્ચીમ કચ્છ માં કોટડા જડોદર ગામ પાસે આવેલું સંત શ્રી ત્રિકમ સાહેબ નું સિંહ ટેકરી સ્થળ ઉપર આ કથા કરવામાં આવવાની છે. આ કથા તારીખ ૨૨ એપ્રિલ થી ચાલુ થઇ રહી છે. ૯ દિવસ કથા ચાલશે તેમજ ૩૦ તારીખ ના તેનો વિરામ થશે.

આ રામ કથા ના ભાગરૂપે રોજ રાત્રે સંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. તેનું પણ સંપૂર્ણ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

મોરારી બાપુ તેમની આગવી શૈલી માં રામાયણ ને જે રજુ કરે છે તે ખુબ જ પ્રભાવશાળી હોય છે. તેમને સંભાળવા તે ખુબજ મોટો લહાવો છે.

મોરારી બાપુ નું હિંદુ ધર્મ અને સંસ્કૃતિની શોધમાં મોટુ યોગદાન આપેલ છે. તેમની રામાયણ અને અન્ય હિંદુ ગ્રંથો પર આધારિત કથાઓ દ્વારા તે લોકોને સંસ્કૃતિ સંબંધિત જ્ઞાન આપે છે. તે અનેક વિદેશી કાર્યક્રમ અને વિવિધ રાજ્યોમાં કથાઓ આપી છે. અને સમાજને ધાર્મિકતા વિશે સંવેદનાત્મક બનાવી છે. તેની આવાજ, સંગીત અને સંદેશ લોકોમાં પ્રભાવ પાડે છે. અને તે ગુજરાતી સાહિત્યને કેવળ કથાવાચક તરીકે નહી પરંતુ પોતાની આગવી શૈલી થી પ્રખ્યાત કરી છે.

Leave a comment