Ranbir was seen dancing to the song ‘Sami-Sami’ | રશ્મિકાએ હુક સ્ટેપ્સ શીખવ્યા, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ પણ જોવા મળ્યા

[ad_1]

એક કલાક પેહલા

  • કૉપી લિંક
  • રશ્મિકાએ હુક સ્ટેપ્સ શીખવ્યા, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ પણ જોવા મળ્યા|બોલિવૂડ,Bollywood - Divya Bhaskar
  • રશ્મિકાએ હુક સ્ટેપ્સ શીખવ્યા, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ પણ જોવા મળ્યા|બોલિવૂડ,Bollywood - Divya Bhaskar

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નું મોટા પાયે પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રણબીર અને રશ્મિકા મંદાના રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’માં ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ સ્ટેજ પર રણબીર અને રશ્મિકા સાથે ‘સામી’ ગીતના હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા હતા. રશ્મિકા સ્ટેજ પર હાજર દરેકને આ ગીતના હૂક સ્ટેપ શીખવતી જોવા મળી હતી. ‘સામી-સામી’ ગીત ‘પુષ્પા’ ફિલ્મનું છે જેમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી.

‘એનિમલ’ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનીત આ ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ જોવા મળશે. અનિલ કપૂર રણબીરના પિતાની ભૂમિકામાં જોવા મળશે. તો બોબી દેઓલ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ હશે. ફિલ્મની વાર્તા પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોના બેક ડ્રોપ પર આધારિત છે. ‘એનિમલ’ 1 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 3 કલાક 21 મિનિટની હશે. વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘સામ બહાદુર’ પણ તે જ દિવસે રિલીઝ થશે. ઘણા દિવસોથી એનિમલ અને સામ બહાદુરનું એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. વેલ, આ ફિલ્મ બોબી દેઓલના કરિયરની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે છે.

એડવાન્સ બુકિંગમાં એનિમલ સામ બહાદુરને હરાવી
એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ‘એનિમલ’ ફિલ્મે ‘સામ બહાદુર’ને પાછળ છોડી દીધો છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલે એડવાન્સ બુકિંગમાં 14 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે સામ બહાદુરે અત્યાર સુધી માત્ર 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એડવાન્સ બુકિંગની રેસમાં ‘એનિમલ’ જીત્યું છે

Leave a comment