

18 મિનિટ પેહલા
- કૉપી લિંક


ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં બંને એક ખાનગી સમારોહમાં લગ્ન કરશે.


રણદીપ અને લીન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે
કપલના નજીકના સભ્યો પાસે માહિતી છે
જો રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને મિત્રો જ હાજરી આપશે. આ લગ્ન મુંબઈમાં નહીં થાય. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલના નજીકના સભ્યો આ વિશે જાણે છે પરંતુ તે અંગે ચર્ચા કરવા માગતા નથી.
બંને એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા બાદ આ અંગેની જાહેરાત કરશે.


બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સાથે ઘણી તસવીરો શેર કરી છે.
સોશિયલ મીડિયા પરથી મળ્યો સંકેત
47 વર્ષનો રણદીપ લાંબા સમયથી 37 વર્ષની લિનને ડેટ કરી રહ્યો છે. જો કે બંનેએ હજી સુધી આ વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ 2021માં લિનના જન્મદિવસ પર રણદીપે આ વિશે સંકેત આપ્યો હતો.
ગયા વર્ષે પણ બંનેએ સાથે દિવાળી મનાવી હતી. ત્યારથી, બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરે છે.


લીન પણ રણદીપ સાથે તેની ફેમિલી ટ્રિપ્સ અને ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. આ તસવીર ગયા વર્ષની દિવાળીની છે, જે લીને રણદીપના પરિવાર સાથે મનાવી હતી
રણદીપ વીર સાવરકર સાથે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો રણદીપની આગામી ફિલ્મ ‘વીર સાવરકર’ છે, જેમાં તે લીડ રોલમાં જોવા મળશે. આ દ્વારા રણદીપ પણ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
લીન અત્યાર સુધી ‘ઓમ શાંતિ ઓમ’, ‘મેરી કોમ’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે હાલમાં જ રિલીઝ થયેલી કરીના કપૂરની ડિજિટલ ડેબ્યુ ફિલ્મ ‘જાને જાન’માં પણ જોવા મળી હતી.