

4 કલાક પેહલા
- કૉપી લિંક


તાજેતરમાં જ રવિના ટંડને જણાવ્યું હતું કે 1994ની ફિલ્મ ‘મોહરા’ના ગીત ટિપ-ટિપ બરસા પાનીનું શૂટિંગ કર્યા બાદ તેને ઈન્જેક્શન લેવા પડ્યા હતા. તેણે જણાવ્યું કે ગીતના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. પરંતુ, ઈન્જેક્શન લીધા બાદ પણ તે બીમાર પડી ગઈ હતી.
રવીના ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં ગેસ્ટ તરીકે આવી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે ગીતના શૂટિંગ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


રવીના કન્સ્ટ્રક્શન સાઈટ પર પડેલા ખીલાઓ વચ્ચે ખુલ્લા પગે ડાન્સ કરતી હતી
ફિલ્મફેરના અહેવાલ મુજબ, શોમાં એક સ્પર્ધકે આ ગીત પર ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ પછી રવિનાએ કહ્યું, ‘આ ગીત એક કન્સ્ટ્રક્શન સાઈટ પર શૂટ કરવામાં આવ્યું હતું, જ્યાં ચારેબાજુ ખીલ્લા પડેલા હતા. પરંતુ, તેણે ખુલ્લા પગે ડાન્સ કરવો પડ્યો અને તે ઈજાગ્રસ્ત થઈ ગઈ અને તેને ટિટનેસના ઈન્જેક્શન લેવા પડ્યા. આ પછી, આર્ટિફિશયલ વરસાદ દરમિયાન ખૂબ જ ઠંડા પાણીમાં પલળવાને કારણે તે બીમાર પણ પડી.


કઠિન સમયમાં પણ કલાકારોના ચહેરા પરથી સ્મિત દૂર ન થવું જોઈએઃ રવિના
રવીનાએ આગળ કહ્યું, ‘તમે સ્ક્રીન પર જે ગ્લેમર જુઓ છો, તેની પાછળ ઘણી અકથિત વાતો છુપાયેલી છે. રિહર્સલ દરમિયાન ઈજા થવી ખૂબ જ સામાન્ય છે પરંતુ સ્ટેજ પર હોય કે સ્ક્રીન પર કામ અટકતું નથી’.
રવિનાએ કહ્યું કે જ્યારે તમે પરફોર્મ કરી રહ્યા હોવ ત્યારે તમારા ચહેરા પરથી સ્મિત અને ડાન્સ સ્ટેપ્સની અભિવ્યક્તિ ક્યારેય ગાયબ ન થવી જોઈએ, પછી ભલે તમે ગમે તેટલી પીડામાં હોવ. કલાકારો અને કોરિયોગ્રાફરોને આવી અનેક બાબતોનો સામનો કરવો પડે છે.
રવિના ટંડન ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, અરશદ વારસી, પરેશ રાવલ, જોની લીવર અને રાજપાલ યાદવ પણ હશે.