Report Says, Kannada Star Actor Nagabhushana Hits Couple With His Car In Bengaluru, Woman Dies In Accident


Actor Car Accident: સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મ અભિનેતા નાગભૂષણની કારને એક અકસ્માત નડ્યો છે, ગઈકાલે રાત્રે નાગભૂષણની કારે ફૂટપાથ પર ચાલતા દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું છે, જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. 

હવે મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે, પોલીસે આ ભયાનક અકસ્માત માટે નાગભૂષણ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે કપલ ફૂટપાથ પર ચાલી રહ્યું હતું ત્યારે નાગભૂષણની કારે તેમને ટક્કર મારી હતી. કપલને ટક્કર માર્યા બાદ અભિનેતાની કાર ફૂટપાથ પરના ઇલેક્ટ્રિક પૉલ સાથે અથડાઈ હતી.

બેંગ્લુરુંમાં થયો હતો ઘાતક અકસ્માત
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બેંગલુરુના વસંત પુરી મેઈન રૉડ પર થયો હતો. અભિનેતા નાગભૂષણ ઉત્તરહલ્લીથી કોનાનકુંટે તરફ જઈ રહ્યા હતા. તેની સ્પીડમાં દોડતી કારે ફૂટપાથ પર ચાલતા દંપતીને ટક્કર મારી હતી અને ઇલેક્ટ્રિક પૉલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ નાગભૂષણ પોતે જ કપલને હૉસ્પિટલ લઈ ગયો હતૉ. 48 વર્ષની પ્રેમાનું હૉસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યુ હતુ. 

પ્રેમાના પતિ ક્રિષ્ણા (58 વર્ષ)ને બંને પગ, માથા અને પેટમાં ઈજાઓ થઈ હતી. ક્રિષ્ણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને તેની બેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે એક્ટર નાગભૂષણ પર કર્યો કેસ
આ ગંભીર મામલે બેંગલુરુના કુમારસ્વામી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં નાગભૂષણ પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો આરોપ લગાવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

નાગભૂષણ કન્નડ ફિલ્મોમાં કેટલીય વાર લોકપ્રિય સહાયક ભૂમિકામાં દેખાયા છે. તેણે ‘યુવારત્ન’, ‘લકી મેન’ અને ‘ડેરડેવિલ મુસ્તફા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નાગભૂષણને લીડ રૉલમાં ચમકાવતી કન્નડ ફિલ્મ ‘તગારુ પલ્યા’ નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.

 

                                                                                                 

Leave a comment