Russia-Ukrain : Russia Blows Up The Huge Nova Kakhovka Dam In Ukraine Comes Under C Region

Russia-Ukrain : Russia Blows Up The Huge Nova Kakhovka Dam In Ukraine Comes Under C Region


Russia-Ukrain War : રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર તબક્કામાં પહોંચ્યું છે. એક તરફ યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેનાથી વધુ રોષે ભરાયેલા રશિયન દળોએ યુક્રેનના સૌથી મોટા ડેમને જ ઉડાવી દીધો છે. મંગળવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનમાં સ્થિત નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ થયો હતો અને યુક્રેનમાં પાણી પ્રલય લાવી શકે છે. યુક્રેનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. 

ઑક્ટોબર 2022માં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવલો છે જેના પર હાલ રશિયાનો કબજો છે અને રશિયા દ્વારા જ આ વિસ્તારને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. જોકે, રશિયા દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશના મેયરે તેને ‘આતંકનું કૃત્ય’ ગણાવ્યું છે.

યુક્રેનમાં મચી શકે છે હાહાકાર

નોવા કાખોવકા ડેમ યુક્રેનની સૌથી મોટી ડીનીપર નદી પર બાંધવામાં આવ્યો છે અને તે ખેરસન શહેરથી 30 કિમી પૂર્વમાં સ્થિત છે. આ બંધનું તુટવું સ્થાનિક વિસ્તાર માટે વિનાશક સાબિત થશે. તેમજ યુક્રેનને યુદ્ધનીતિઓ પર ગંભીર અસર પહોંચાડશે. ડેમના કારણે પાણીનો વિશાળ જથ્થો રોકાઈ ગયો હતો. આ ડેમ 30 મીટર લાંબો અને સેંકડો મીટર પહોળો છે. તે 1956માં કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હેઠળ બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ ડેમમાં લગભગ 18 ઘન કિલોમીટર પાણી છે. આટલું પાણી અમેરિકાના ઉટાહના ગ્રેટ સોલ્ટ લેકમાં રહેલા પાણીના જથ્થા જેટલું છે.

પાવર પ્લાન્ટને પૂરું પાડવામાં આવે છે પાણી 

ડેમ ફાટવાથી ખેરસન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેરસનના કેટલાક ભાગો 2022 ના અંતમાં યુક્રેનિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ડેમ પર વિસ્ફોટ બાદ ખેરસન પ્રદેશના વડાએ રહેવાસીઓને સ્થળાંતર કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાંચ કલાકમાં પાણી ગંભીર સ્તરે પહોંચી જશે. આ ડેમ દક્ષિણમાં ક્રિમીઆને પાણી પૂરું પાડે છે, જેને ર2014માં રશિયાએ પોતાનામાં ભેળવી દીધું હતું. આ ઉપરાંત ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પ્લાન્ટ છે.

યુક્રેનની સમસ્યાઓ વધશે

આ ઘટના બાદ ઝેલેન્સકીએ ટ્વિટર પર લખ્યું, ‘રશિયન આતંકવાદી. કાખોવકા ડેમનો વિનાશ એ પુરવાર કરે છે કે, રશિયાને  યુક્રેનની જમીનના ખુણે ખુણેથી હાંકી કાઢવામાં આવે. તેના માટે એક મીટર જમીન પણ ના છોડવી જોઈએ કારણ કે, તેઓ દરેક મીટરનો ઉપયોગ આતંક માટે કરે છે. તેમણે કહ્યું હતું કે, તમામ સેવાઓ કાર્યરત છે. ડેમની મદદથી કાખોવકા હાઇડ્રો પાવર પ્લાન્ટ સુધી વીજળી પહોંચે છે. ડેમ તોડી પાડવામાં આવતા યુક્રેનમાં પહેલાથી જ રહેલી ઉર્જા સમસ્યાઓ વધારે વિકરાળ બનશે. તે ક્રિમીયા સહિત મોટાભાગના દક્ષિણ યુક્રેનને પાણી પુરૂ પાડતી કેનાલ સિસ્ટમનો પણ નાશ કરી શકે છે.

Leave a comment