Russia Ukraine War Ukrainian President Volodymyr Zelenskyy Says At Least 500 Children Killed


Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 15 મહિના થઈ ગયા છે. આ સંઘર્ષ 16માં મહિનામાં પ્રવેશી ગયો છે. આવી સ્થિતિમાં બંને દેશોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. યુક્રેનના ઘણા મુખ્ય શહેરો નાશ પામ્યા છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયન હુમલાઓને કારણે યુક્રેનના 500 બાળકોના મોત થયા છે.

ઝેલેન્સકીએ યુક્રેનિયન બાળકોના મૃત્યુઆંક વિશે માહિતી કાટમાળમાંથી 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી આપી હતી .  રવિવારે (4 જૂન) યુક્રેનના બચાવકર્મીઓએ ડીનિપ્રો શહેરમાં રશિયાના હુમલા બાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન યુક્રેનના અધિકારીઓએ કાટમાળમાંથી બે વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

રશિયા દરરોજ યુક્રેનિયન બાળકોને મારી નાખે છે

ઝેલેન્સકીએ પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે રશિયન હથિયારો અને નફરત દરરોજ યુક્રેનિયન બાળકોને મારી રહ્યા છે. તેમણે કહ્યું કે 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ સેંકડો લોકો માર્યા ગયા છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં, ઘણા પ્રખ્યાત વિદ્વાનો, કલાકારો, રમતવીરોએ યુક્રેનના ઇતિહાસમાં યોગદાન આપ્યું હશે.

ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધને કારણે બાળકોના મૃત્યુની ચોક્કસ સંખ્યા નક્કી કરવી અશક્ય છે, કારણ કે કેટલાક વિસ્તારો રશિયાના કબજા હેઠળ છે. જો કે  તેણે ફરી એક વાર પોતાની વાત રિપીટ કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે આપણે આ યુદ્ધમાં દ્રઢ રહેવું જોઈએ અને જીતવું જોઈએ. આખું યુક્રેન  આપણા બધા લોકો આપણા બધા બાળકો રશિયન આતંકથી મુક્ત હોવા જોઈએ.

બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો

બચાવ કાર્યકરોને રવિવારે વહેલી સવારે ડીનિપ્રોના ઉપનગરમાં સ્થિત એક એપાર્ટમેન્ટના કાટમાળમાંથી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. પ્રાદેશિક ગવર્નર સેરહી લિસાકે જણાવ્યું હતું કે શનિવારના હુમલામાં પાંચ બાળકો સહિત 22 લોકો ઘાયલ થયા હતા.   

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 15 મહિના થઈ ગયા છે. બંને દેશો વચ્ચેના યુદ્ધા કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે. બંને દેશોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.                

Leave a comment