‘Saalar’ new song ‘Yara’ based on friendship | ‘સાલાર’નું નવું ગીત ‘યારા’ મિત્રતા પર આધારિત: યુઝર્સે વખાણ કરતા કહ્યું,’ગીત સાંભળ્યા પછી રૂંવાડાં ઊભા થઈ જાય છે’

‘Saalar’ new song ‘Yara’ based on friendship | ‘સાલાર’નું નવું ગીત ‘યારા’ મિત્રતા પર આધારિત: યુઝર્સે વખાણ કરતા કહ્યું,’ગીત સાંભળ્યા પછી રૂંવાડાં ઊભા થઈ જાય છે’


5 કલાક પેહલા

  • કૉપી લિંક

પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર’ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. દરમિયાન, હોમ્બલ ફિલ્મ્સે સાલારના ચાહકોને આશ્ચર્યચકિત કરવા માટે ફિલ્મનું નવું ગીત ‘યારા’ રિલીઝ કર્યું છે. આ પહેલા ગઈકાલે એટલે કે 25મી ડિસેમ્બરે ફિલ્મનો મેકિંગ સીન પણ રિલીઝ થયો હતો. ફિલ્મનાં ગીતોએ ફરી એકવાર દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. જેને શેર કરતી વખતે હોમ્બલ ફિલ્મ્સે કેપ્શનમાં અલગ-અલગ ભાષાઓમાં ગીતનું ટાઈટલ લખ્યું છે.

  • વિનારા (તેલુગુ)
  • ગેલેયા (કન્નડ)
  • યારા (હિન્દી)
  • અરીવૈ(તમિલ)
  • વરામય (મલયાલમ)

હોમ્બલ ફિલ્મ્સે લખ્યું છે કે, આ ઈમોશનલ ગીત ખાનસારની દુનિયા અને મિત્રતાની કહાની બતાવે છે.

પ્રભાસની ફિલ્મ 'સાલાર' ઉત્તર અમેરિકામાં પણ સારું કલેક્શન કરી રહી છે.

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ ઉત્તર અમેરિકામાં પણ સારું કલેક્શન કરી રહી છે.

સાલાર પાર્ટ 1: સીઝફાયર, હવે પ્રશાંત નીલ ‘સાલાર ભાગ 2’ બનાવવા માટે તૈયાર છે.

ગીત પર ચાહકોની પ્રતિક્રિયા
ગીત રિલીઝ થયા બાદ ચાહકો આ ગીતની પ્રશંસા કરી રહ્યા છે. વાસ્તવમાં ગીતમાં બે મિત્રોની વાર્તા બતાવવામાં આવી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, ‘પ્રભાસ એવો એક્ટર છે કે જેને કોઈ પ્રકારનું અભિમાન નથી. તે ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે.’

શું છે ફિલ્મની વાર્તા?
KGFની જેમ સાલારની વાર્તા પણ કાલ્પનિક દુનિયાથી શરૂ થાય છે. અમેરિકાથી પરત ફરેલી આધ્યા (શ્રુતિ હસન)નો જીવ જોખમમાં છે. આધ્યા ભાગી જાય છે અને એક મહિલાના ઘરમાં છૂપાઈ જાય છે. તે મહિલા ‘દેવ’ એટલે કે પ્રભાસની માતા છે. દેવ તેને તે ગુંડાઓથી બચાવે છે. ધીરે ધીરે આધ્યાને ‘દેવ’ અને તેના પરિવાર વિશે સત્ય ખબર પડી.

વાર્તા સેકન્ડ હાફમાં ‘ખાનસર’ની દુનિયામાં જાય છે. ખાનસર એક એવી જગ્યા છે જ્યાં લોકો એક અલગ દુનિયામાં રહે છે. તેઓ પોતાને દેશનો ભાગ માનતા નથી. તેમની પોતાની સેના છે. અંગ્રેજો પણ તેમની આગળ ઘૂંટણિયે પડે છે. આઝાદી પછી ત્યાં રાજાનું શાસન છે.

રાજાના મૃત્યુ પછી, સિંહાસન માટે લડાઈ શરૂ થાય છે. રાજામન્નાર (જગપતિ બાબુ) કપટ દ્વારા રાજા બને છે. આ માટે તે તેના હરીફોની આખી વસાહતને મારી નાખે છે. જોકે તેમાંના કેટલાક બચી જાય છે. રાજામન્નારના પુત્ર વર્ધા અને દેવા નાનપણથી જ મિત્રો છે. દેવ ભવિષ્યમાં વર્ધાને રાજા બનાવવા માગે છે, આ માટે તે દુશ્મનો સાથે પણ લડે છે. જો કે, દેવનું પણ ‘થ્રોન ઓફ ખાનસર’ સાથે કનેક્શન છે, હવે તે કનેક્શન શું છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

'સલાર' આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે

‘સલાર’ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે

‘સાલાર’નું કલેક્શન શું હતું?
‘સાલાર’નું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 251 કરોડ 60 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વર્લ્ડવાઈડ સાલારે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 4 દિવસમાં 450 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. સાલારે તેના પ્રથમ સપ્તાહમાં વિશ્વભરમાં 402 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘સાલાર’ પ્રથમ સોમવારના કલેક્શનની દૃષ્ટિએ એનિમલનો રેકોર્ડ તોડી શકે તેવી અપેક્ષા હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે, ફિલ્મને પહેલા સોમવારે ક્રિસમસની રજાનો લાભ પણ મળ્યો હતો. જો કે, પ્રથમ સોમવારે 42.50 કરોડની કમાણી કર્યા પછી પણ ‘સાલાર’ ‘એનિમલ’થી પાછળ રહી. વર્કિંગ ડે હોવા છતાં રણબીર સ્ટારર એનિમલે ભારતમાં 43.96 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘સલાર’ 2023ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે
અગાઉ, સાલાર આ વર્ષની દેશની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની હતી. ફિલ્મે પ્રથમ દિવસે કુલ 178.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેમાંથી તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 90 કરોડ 70 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

Leave a comment