Salman scolds Ayesha and Munawwar | સલમાને આયેશા અને મુનાવ્વરની ઝાટકણી કાઢી: રડતાં-રડતાં અભિનેત્રી બેહોશ થઈ ગઈ, હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી

[ad_1]

4 કલાક પેહલા

  • કૉપી લિંક

બિગ બોસ-17ની સ્પર્ધક આયેશા ખાન શોમાં બેહોશ થઈ ગઈ હતી. તેને ઇમર્જન્સી હૉસ્પિટલ લઈ જવી પડી. વાસ્તવમાં, આ વખતે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે આયેશાનો ક્લાસ લગાવવાનો શરૂ કર્યો, જે પછી તે બેહોશ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, આયેશાએ બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી છે. શોમાં પ્રવેશતાની સાથે જ તેણે પર ડબલ ડેટિંગનો આરોપ લગાવ્યો.

સલમાને આયેશાનો ક્લાસ શરૂ કર્યો

  • ‘વીકેન્ડ કા વાર’ પર સલમાને આયેશાને પૂછ્યું કે તે શોમાં શા માટે આવી છે. તેના શોમાં આવવાનો હેતુ શું છે?
  • આના પર આયેશા કહે છે- ‘મને તે વસ્તુ માટે માફી જોઈતી હતી.(તેને મુનાવ્વરની માફી જોઈએ છે)’.
  • સલમાને કહ્યું શું તમને નેશનલ ટેલિવિઝન પર માફી જોઈએ છે? ઝઘડા દરેક વચ્ચે થાય છે, પરંતુ તે રાષ્ટ્રીય ટેલિવિઝન પર થતા નથી.
  • સલમાને મુનવ્વરને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો…સ્ટેન્ડઅપ કોમેડીમાં તમને ખબર નથી કે તમે શું બોલો છો…અને અહીં કઈ વાત જ નથી કરી રહ્યો
  • સલમાન બંનેને પૂછે છે કે શું ગેમ ચાલી રહી છે? તમે લોકો શું રમી રહ્યા છો?

આયશા ખાન અંકિતાની સામે રડતી જોવા મળી હતી
સલમાન ખાનની ઝાટકણી સાંભળીને આયેશા ચોંકી જાય છે. તે અંકિતાની સામે જાય છે અને રડવા લાગે છે. આયેશા રડતી હોય છે અને અમુક મુદ્દા પર કહે છે કે મેં આ આ માટે નથી કર્યું. પ્રોમોમાં મુનવ્વર આયેશા પાસે આવતો જોવા મળી રહ્યો છે. પછી આયેશાએ પોતાનો ગુસ્સો તેના પર ઠાલવ્યો.

આયેશાની હાલતમાં સુધારો થયો
આયેશા ખાન બિગ બોસના ઘરમાં પરત ફરી છે. ટેસ્ટમાં બધું સામાન્ય થઈ ગયા પછી, તેને બિગ બોસમાં પાછી લાવવામાં આવી છે. હાલ તે સ્વસ્થ છે પરંતુ તેની તબિયત પહેલા કરતા સારી છે કે કેમ તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, જ્યારથી આયેશા શોમાં આવી છે ત્યારથી તેનો અને મુનાવ્વરનો લવ એન્ગલ ચાલી રહ્યો છે. આ જોઈને સલમાને આયેશા અને મુનાવ્વર પર સવાલો ઉઠાવ્યા છે.

Leave a comment