શું તમે જોઈ છે ? એશિયા ની બીજા નંબર ની મોટામાં મોટી ખીણ ! સાંધન વેલી મહારાષ્ટ્ર , Sandhan Valley Camping

ભારતના મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર્વતીય હારમાળા મા સ્થિત સાંધન વેલી, સાહસના શોખીનો અને પ્રકૃતિ પ્રેમીઓમાં એક લોકપ્રિય સ્થળ છે. તે સહ્યાદ્રી પર્વતમાળાના પાણી દ્વારા કોતરવામાં આવેલી એક ભવ્ય ખીણ છે અને તે તેના આકર્ષક દૃશ્યો અને પડકારરૂપ ટ્રેક માટે જાણીતી છે. સંધાન વેલી સુધી પહોંચવા માટે, રોડ અને ટ્રેન સહિત કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે.

જો તમે ટ્રેકિંગના શોખીન હોવ તો તમારે ચોક્કસ જિંદગીમાં એકવાર એશિયાની સૌથી મોટી બીજા નંબરની ખીણ જેનું નામ છે સાંધનવેલી મહારાષ્ટ્રમા ચોક્કસ એકવાર તો ટ્રેક કરવા જાવું જ રહ્યું.

સાંધાણવેલી એ ખૂબસૂરત ટ્રેકિંગ સ્થળ છે. જે મહારાષ્ટ્ર અને ગુજરાતના બીચમાં સ્થિત છે. આ જગ્યા સુંદર પર્વતો, ઝરણા, અને ખૂબ જ સરસ કુદરતી સ્થળ છે. ટ્રેકિંગ ની ઊંચાઈ લગભગ 200 ફૂટ છે. આ સ્થળ ઉપર જવા માટે ઉત્તમ સમય ટ્રેકિંગ માટે માર્ચથી મે સુધી છે. ખીણ સુધી પહોંચવાનો સૌથી અનુકૂળ માર્ગો પૈકીનો એક રસ્તો રોડ માર્ગ છે. સાંધન ખીણની સૌથી નજીકનું શહેર નાસિક છે, અને નાસિક અને સાંધન ખીણ વચ્ચેનું અંતર લગભગ 183 કિલોમીટર છે. ખીણ સુધી પહોંચવા માટે મુલાકાતીઓ નાસિકથી ટેક્સી ભાડે અથવા ખાનગી કાર લઈ શકે છે.

સાંધન વેલી સુધી પહોંચવાનો બીજો વિકલ્પ ટ્રેન દ્વારા છે. નજીકનું રેલ્વે સ્ટેશન ઇગતપુરી છે, જે સાંધન ખીણથી લગભગ 67 કિલોમીટર દૂર આવેલું છે. મુલાકાતીઓ મુંબઈ અથવા પૂણેથી ઈગતપુરી જવા માટે ટ્રેન લઈ શકે છે અને પછી ટેક્સી ભાડે લઈ શકે છે અથવા સંધાન વેલી સુધી પહોંચવા માટે ખાનગી કાર લઈ શકે છે.

ચોમાસા ના સમય મા સાંધણ વેલીમાં રિવર્સ વોટરફોલ એક જબરું આકર્ષક સ્થાન છે.

આપને હમેશા પાણી ને ઉપર થી નીચે પડતા જોયું છે જેને ગુજરાતી મા ઝરણું કહેતા હોઈએ છીએ. જે આવા વિશેષ મુસાફરો માટે આકર્ષક છે. તેવા પરિસ્થિતિઓ સાંધણ વેલીમાં એક વિશેષ પ્રકારની ઝરણાને ઉત્પન્ન કરે છે જે નીચે થી ઉપરની બાજુમાંથી પાણી ચડતું જોવ મળે છે . આ પ્રકારની ઝરણાને રિવર્સ વોટરફોલ તરીકે ઓળખવામાં આવી છે. સાંધણ વેલીમાં રિવર્સ વોટરફોલ એ એક વિશેષ પ્રકારની પ્રકૃતિની સૌમ્યતા છે જે આપને અવિશ્મ્ર્નીય દ્રશ્ય પ્રદાન કરે છે.

ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લોકો ત્યાં જઈને ખુબ જ સરસ રીલ્સ બનાવતા હોય છે. તેમની એક રીલ આજે જોઈ ને મને તમારા લોકો સાથે તેને શેર કર્યા વગર રહી શકતો નથી.

ચોમાસા મા અહીં પાણી ભરાયેલું હોય છે.પરંતુ જો તમે ચોમાસામાં ન જાઓ તો પણ અહીં આ ત્રણ ત્રણ ફૂટ જેટલું પાણી તો ભરાયેલું જ હોય છે. આ પાણીને તમે પગેથી પણ પસાર કરી શકો છો. અથવા તમને ₹20 ના ભાડા ઉપર નાની એવી બોટ પણ મળી જશે. જે તમને પાણી પાસ કરાવી દેશે. જેવું તમે પાણી પાસ કરશો એટલે તમને એક ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્ય જોવા મળશે. આ આખો ટ્રેક પાંચેક કલાકના સમયમાં પૂરો કરી શકાય છે આ એક ખૂબ જ અલગ જાતનો અનુભવ છે. જે મારું કહેવું છે કે એકવાર તો લેવું જોઈએ તમને આ વેલીનો જે વ્યુ છે એ તમને આ જિંદગી પર યાદ રહેશે.

 

 

 

 

 

 

 

Leave a comment