Shukra Gochar 2023 : ગંગા દશેરા પર થશે શુક્ર ગોચર, ચાર રાશિને થશે લાભ | Shukra Gochar 2023 : Shukra Gochar will happen on Ganga Dussehra, four zodiac signs will benefit

Shukra Gochar 2023 : ગંગા દશેરા પર થશે શુક્ર ગોચર, ચાર રાશિને થશે લાભ | Shukra Gochar 2023 : Shukra Gochar will happen on Ganga Dussehra, four zodiac signs will benefit


Astrology

oi-Hardev Rathod

|

Google Oneindia Gujarati News

Shukra Gochar 2023 : હિન્દુ પંચાગમાં જણાવ્યા અનુસાર, આજે એટલે કે, 30 મે, 2023 મંગળવારના રોજ સાંજે સાત કલાક અને 51 મીનીટે ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. શુક્ર ગંગા દશેકાના દિવસે શુક્ર ગોચર થશે.

શુક્ર ગોચરની અસર તમામ રાશિ પર થશે, પણ આપણે આ અહેવાલમાં એવી ચાર રાશિ વિશે જાણીશું કે જેના પર શુક્ર ગોચરની અસર શુભ થવાની હોય.

Shukra Gochar

જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે, શુક્ર ગ્રહ વૈભવ, સન્માન અને પ્રેમનો કારક ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્રનું શુભ સ્થાન હોય છે, તેને વૈવાહિક જીવનમાં ભૌતિક સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે.

મેષ રાશિ પર શુક્ર ગોચરની અસર – મેષ રાશિના જાતકોને શુક્રના સંક્રમણથી લાભ મળી શકે છે. આ દરમિયાન વ્યક્તિને કાર્યસ્થળ પર લાભ મળી શકે છે અને અધિકારીઓ કામથી ખુશ રહેશે. આવકમાં વધારો થવાના પણ સારા સંકેતો છે. આ સાથે ઘરમાં ચાલી રહેલ તણાવ પણ દૂર થશે. આ સમયમાં પારિવારિક સુખ પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન રાશિ પર શુક્ર ગોચરની અસર – શુક્ર ગ્રહની રાશિમાં પરિવર્તનની શુભ અસર મિથુન રાશિ પર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થવાના સંકેતો છે અને આર્થિક બાજુ મજબૂત થવાની સંભાવનાઓ વધુ છે. આ સાથે સાથે વ્યવસાયમાં કેટલાક ફેરફારો લાભ લાવી શકે છે. આ સાથે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ બની રહી છે.

વૃશ્ચિક રાશિ પર શુક્ર ગોચરની અસર – શુક્ર આ રાશિના 9મા ઘરમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિ પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે પ્રગતિ મળી શકે છે. આ સાથે કાર્યસ્થળ પર જાતકોના ખભા પર નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં લાભ આપશે. લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહેલા જાતકોને આ સમયગાળા દરમિયાન સફળતા મળી શકે છે.

મીન રાશિ પર શુક્ર ગોચરની અસર – મીન રાશિના જાતકોને કર્ક રાશિમાં શુક્રના પ્રવેશથી લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન, સુવિધાઓમાં વધારો થઈ શકે છે અને જંગમ અથવા સ્થાવર મિલકતમાં રોકાણની શક્યતાઓ બની શકે છે. આ સાથે નોકરીમાં બદલાવના સંકેત પણ છે, જેના કારણે આવકમાં વધારો થશે. આ ઉપરાંત પ્રેમ ક્ષેત્રે આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 24 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 23 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 22 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 20 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 19 મે, 2023
  • Gajkesari Yoga 2023 : બની રહ્યો છે ગજકેસરી યોગ, આ ચાર રાશિને મળશે લાભ
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 17 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 16 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 15 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 13 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 12 મે, 2023
  • Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 11 મે, 2023

English summary

Shukra Gochar 2023 : Shukra Gochar will happen on Ganga Dussehra, four zodiac signs will benefit

Story first published: Tuesday, May 30, 2023, 17:03 [IST]

Leave a comment