

Astrology
oi-Hardev Rathod


Solar Eclipse 2023 : સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે, જેનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, ગ્રહણ ઘણી રીતે રાશિઓને પ્રભાવિત કરે છે અને જાતકોના જીવમ પર અસર કરે છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ થશે, જેમાં 2 સૂર્ય ગ્રહણ તેમજ 2 ચંદ્ર ગ્રહણનો સમાવેશ થાય છે.
આ ક્રમમાં, પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું, ત્યારબાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5-6 મેની રાત્રે થયું હતું. હવે ટૂંક સમયમાં જ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થવાનું છે.


વર્ષ 2023નું બીજું સૂર્યગ્રહણ – આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ હશે. વલયાકાર સૂર્યગ્રહણ એ સૂર્યગ્રહણ છે, જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકતો નથી. આ કારણે સૂર્ય અગ્નિની વીંટી જેવો દેખાય છે અને નાનો દેખાય છે.
આ સૂર્યગ્રહણ વિશ્વના કેટલાક ભાગોમાંથી જોઈ શકાશે. આ સ્થળોમાં આફ્રિકાનો પશ્ચિમ ભાગ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, પેસિફિક મહાસાગર અને આર્કટિકનો સમાવેશ થાય છે.
રાશિ પર અસર – આ સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, જેના કારણે તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. જોકે, આ સૂર્યગ્રહણ કેટલીક રાશિઓને અસર કરી શકે છે.
કન્યા રાશિ પર સૂર્ય ગ્રહણની અસર – આ રાશિ માટે સૂર્યગ્રહણ શુભ માનવામાં આવતું નથી. કન્યા રાશિના લોકોને તેમના પરિવાર અને મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. જે કારણે તેઓએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.
મેષ રાશિ પર સૂર્ય ગ્રહણની અસર – સૂર્યગ્રહણની નકારાત્મક અસર મેષ રાશિના લોકો પર પણ પડી શકે છે. આ રાશિના લોકોને નજીકના લોકો દ્વારા છેતરવાની સંભાવના છે અને નોકરીના ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.
તુલા રાશિ પર સૂર્ય ગ્રહણની અસર – સૂર્યગ્રહણની અસરને કારણે તુલા રાશિના લોકો માનસિક તણાવમાંથી પસાર થઈ શકે છે. તેનાથી ચીડિયાપણું વધી શકે છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ રાશિ પર સૂર્ય ગ્રહણની અસર – આ રાશિના લોકોને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તમારે કાર્યસ્થળ પર ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
- Surya Grahan 2023 : 20 એપ્રિલે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું?
- Surya Grahan 2023: 20 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો દરેક રાશિ પર પ્રભાવ અને ઉપાય
- solar eclipse 2023 : 20 એપ્રિલે લાગશે સૂર્યગ્રહણ, 3 રાશિને થશે લાભ
- Surya Grahan 2023 : સૂર્યગ્રહણથી આ 3 રાશિને થશે લાભ, જાણો શુભ અસર
- Surya Grahan 2022: સૂર્યગ્રહણમાં કેમ બંધ હોય છે મંદિરોના કપાટ, ગ્રહણકાળમાં કેમ ભોજન ના લઈ શકાય?
- Surya Grahan 2022: આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણનુ સૂતક, જાણો ક્યારે છે બેસતુ વર્ષ-ભાઈબીજ
- Surya Grahan 2022: 25 ઓક્ટોબરે તુલા રાશિમાં લાગશે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, જાણો દરેક રાશિ પર શું પડશે પ્રભાવ?
- Surya Grahan 2022: 25 ઓક્ટોબરે 1 કલાક 12 મિનિટનુ રહેશે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, જાણો સમય
- Surya Grahan 2022: ભારતમાં વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલે, જાણો કેટલા વાગે દેખાશે?
- Solar and Lunar Eclipse 2022: નવા વર્ષમાં ક્યારે-ક્યારે આવશે ‘સૂર્યગ્રહણ’ અને ‘ચંદ્રગ્રહણ’, જાણો અહીં
- Surya grahan 2021 Effect: સૂર્યગ્રહણની અસરથી આ 4 રાશિવાળા થશે માલામાલ પરંતુ વૃશ્ચિક રાશિએ રહેવુ પડશે સાવધાન
- Surya Grahan 2020: આજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ રાશિઓને થઈ શકે છે મુશ્કેલી
English summary
Solar Eclipse 2023 : second solar eclipse of 2023 will take place on this date
Story first published: Wednesday, May 31, 2023, 13:12 [IST]